અક્ષય-પ્રિયંકા વચ્ચે એવું તે શું થયુ ? કે 2005 પછી ક્યારેય પડદા પર સાથે જોવા ન મળ્યા !

0
47

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિનાઓ સુધી સાથે ફિલ્મોના શૂટિંગ કરતી વખતે, કલાકારો એકબીજાની નજીક આવવા લાગે છે,વાતચીતો વધે છે અને પછી સંબંધ બને છે. આવીજ એક જોડી અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાની હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2003 થી 2005 દરમિયાન બંને ‘અંદાઝ’, ‘મુઝસે શાદી કરોગી’, ‘ઐતરાજ’ અને ‘વક્તઃ રેસ અગેન્સ્ટ ટાઇમ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે બંને એકબીજાથી ખૂબ જ નજીક આવી ગયા હતા.

જ્યારે અક્ષયની પત્ની ટ્વિંકલને આ વાતની ખબર પડી તો તેણે અક્ષયને પ્રિયંકા સાથે કામ કરતા અટકાવી દીધો હતો અને હવે ફિલ્મમેકર સુનીલ દર્શને પણ આ વાત જણાવી છે.

ફિલ્મ નિર્માતા સુનીલ દર્શને મીડિયા સાથેની વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે અક્ષય કુમારે 2005 પછી પ્રિયંકા ચોપરા સાથે તેની પત્ની ટ્વિંકલ ખન્નાના કારણે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
બંને વચ્ચેના સંબંધો વિશે વાત કરતા સુનીલ દર્શને ખુલાસો કર્યો હતો કે તેણેB અક્ષય અને પ્રિયંકાને મારી ફિલ્મ ‘બરસાત’ માટે સાઈન કર્યા હતા. પરંતુ, ટ્વિંકલ ખન્ના ઈચ્છતી ન હતી કે અક્ષય અને પ્રિયંકા સાથે કામ કરે. તેથી અક્ષયે આ પ્રોજેક્ટ કરવાની ના પાડી અને અમારે બોબી દેઓલને સાઈન કરવો પડ્યો.

સુનીલ દર્શને ખુલાસો કર્યો, “મને લાગે છે કે ટ્વિંકલને કોઈએ ખોટી માહિતી આપી હતી. અક્ષય અને પ્રિયંકા વચ્ચે શૂટ કરવામાં આવેલા ગીતમાં કંઈ અશ્લીલ નહોતું. અક્ષય અને પ્રિયંકા વચ્ચે અદ્ભુત કેમેસ્ટ્રી હતી. બંનેએ સારી જોડી બનાવી હતી.” વચ્ચે ઘણી સમાનતાઓ હતી.

પોતાની વાત ચાલુ રાખતા સુનીલ દર્શને કહ્યું, “એક દિવસ અક્ષયે મને ફોન કર્યો અને મળવાનું કહ્યું. ત્યાં સુધીમાં મને ખબર પડી ગઈ કે ટ્વિંકલ ખન્નાને અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા સાથે કામ કરવા સામે વાંધો છે.

આમ,ટ્વિંકલ ખન્નાને કારણે અક્ષયે પ્રિયંકા સાથે કામ કરવાનું છોડી દીધું હતું.