અદાણી પોર્ટે ઇન્ડીઅન ઓઇલ ટેન્કીગ લિ.માં ૪૯.૩૮% હિસ્સો રુ.૧૦૫૦ કરોડમાં હસ્તગત કર્યો

0
68

APSEZ ભારતની સૌથી મોટી થર્ડ પાર્ટી લિક્વીડ ટેન્ક સ્ટોરેજ ધરાવનાર કંપની બની

ઇન્ડીઅન ઓઇલ ટેન્કીગ લિ. (IOTL) ભારતની સૌથી મોટી થર્ડ પાર્ટી લિકવીડ ટેન્ક સ્ટોરેજ કંપની છે
APSEZ એ IOTLમાં ૪૯.૩૮% હિસ્સો અને તેની એક પેટાકંપની (IOT ઉત્કલ) માં વધારાનો ૧૦% હિસ્સો હસ્તગત કરેલો છે.
સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી બનવાની અદાણી પોર્ટસ અને સેઝની વ્યૂહરચના સાથેઆ હસ્તાંતરણ ઘનિષ્ઠ રીતે સંકળાયેલું છે.
વિસ્તરણના માર્ગે આગળ વધી રહેલ IOTLએ તાજેતરમાં ૦.૬ મિલિઅન કીલો લીટર ક્રૂડ સ્ટોરેજ ટાંકીની ક્ષમતા માટે BOOT કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
• ‘ટેક-ઓર-પે’ કરાર અંતર્ગત IOTLની ૮૦% ક્ષમતા સાથે, અને હસ્તાંતરણની રૂ.૧,૦૫૦ કરોડના મૂલ્ય પોઈન્ટ પર કરેલો આ સોદો APSEZ શેરધારકો માટે મૂલ્યવાન છે
અમદાવાદ,

સૌથી મોટી પરિવહન યુટિલિટી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ ભારતની સૌથી મોટી વિકાસકાર અને લિકવીડ સ્ટોરેજની સુવિધાઓનું સંચાલન કરતી દેશની અવ્વલ ક્રમની ઇન્ડીઅન ઓઇલટેન્કિંગ લિમિટેડ (IOTL) માં Oiltanking India GmbH ના ૪૯.૩૮% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવા માટે એક નિશ્ચિત કરાર કર્યો છે, આ કરારમાં ઇન્ડીઅન ઓઇલ ટેન્કીગ લિ.ની ૭૧.૫૭% હિસ્સેદારી ધરાવતી પેેટા કંપની IOT ઉત્કલ એનર્જી સર્વિસિસ લિ.માં વધારાના ૧૦% ઇક્વિટી હિસ્સાના સંપાદનનો પણ સમાવેશ થાય છે.
છેલ્લા ૨૬ વર્ષોમાં IOTL એ ક્રૂડ અને ફિનિશ્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોના સંગ્રહ માટે કુલ ૨.૪ મિલિઅન કીલો લિટર ( પોતાની માલિકીની ૦.૫ મિલિઅન કીલો લિટરની ક્ષમતા અને BOOT આધારીત ૧.૯ મિલિઅન કીલો લિટરની ક્ષમતા) સાથે પાંચ રાજ્યોમાં છ ટર્મિનલનું નેટવર્ક સ્થાપ્યું છે. માલિકીની આ સુવિધાઓમાં મહારાષ્ટ્રમાં નવઘર ટર્મિનલ, છત્તીસગઢમાં રાયપુર ટર્મિનલ અને ગોવા ટર્મિનલનો સમાવેશ થાય છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. (IOCL) સાથેનું BOOT ટર્મિનલ પારાદીપ (ઓડિશા) ખાતે છે અને ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન લિ.સાથે જેએનપીટી(મહારાષ્ટ્ર)અને દુમાડ (ગુજરાત) માટે ઓપરેશન્સ એન્ડ મેનેજમેન્ટના કરારબધ્ધ છે. કંપની નમક્કલ (તામિલનાડુ)માં ૧૫ TPD ક્ષમતાનો બાયોગેસ પ્લાન્ટ પણ ધરાવે છે.

અદાણી પોર્ટ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂૂર્ણસમયના ડાયરેકટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે “આ સંપાદન સાથે APSEZની ઓઇલ સંગ્રહ ક્ષમતા ૨૦૦% વધીને ૩.૬ મિલિઅન કીલોલિટર થતા અદાણી પોર્ટ ભારતની સૌથી મોટી થર્ડ પાર્ટી લિક્વીડ સ્ટોરેજ કંપની તરીકે પ્રસ્થાપિત થઇ છે. વૈશ્વિક સ્તરે સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી બનવાની અમારી મહત્વાકાંક્ષા સાથે આ કરાર ઘનિષ્ઠ રીતે સંકળાયેલો છે,” તેમણે કહયું કે “આ હિસ્સાની ખરીદી ઉચી વાસ્તવિકતા અને માર્જિન ધરાવતા ઉત્પાદનો અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને મિશ્ર કાર્ગોના વૈવિધ્યીકરણ કરવાની અમારી વ્યૂહરચના સાથે પણ સંગીન રીતે બંધ બેસે છે. આ સોદો એક મુખ્ય હિસ્સેદાર અને ભારતના સૌથી મોટા રિફાઈનર અને ઓઈલ સ્ટોરેજ ટેન્કના ગ્રાહક એવી ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન લિ. સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે,” એમ શ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું.

દેશમાં તેલ ઉત્પાદનોની વધતી માંગને જોતાં IOTL વૃદ્ધિની તેજ રફતારેે આગળ વધી રહી છે. કંપનીએ તાજેતરમાં પારાદીપ પોર્ટ પર ૦.૬ મિલિઅન કીલોલિટર ક્રૂડ સ્ટોરેજ ટેન્કના બાંધકામ, સંચાલન અને જાળવણી માટે નુમાલીગઢ રિફાઈનરી લિ. સાથે ૨૫-વર્ષ માટેનો BOOT કરાર કર્યો હતો.ઉપરાંત કંપની હાલની સુવિધાઓ તેમજ નવા સ્થળો એમ બંને માટે વિવિધ અન્ય મોટા પ્રોજેક્ટ્સ પર પણ વાટાઘાટો/બિડિંગ કરી રહી છે. IOTLની મોટાભાગની ટેન્ક કેપેેસિટી માટે પ્રતિષ્ઠીત જાહેર સાહસો પ્રતિષ્ઠિત અને મોટી તેલ કંપનીઓ સાથે કરારબદ્ધ છે. ‘ટેક-ઓર-પે’ કરાર હેઠળ IOTLની લગભગ ૮૦% ક્ષમતા સાથે કંપનીનો ભાવિ રોકડ પ્રવાહ જોઇ શકાય છે. નાણાકીય વર્ષ-૨૨માં IOTLની આવક અને EBITDA અનુક્રમે રૂ.૫૨૬ કરોડ અને રૂ૩૫૭ કરોડ હતી. રૂ. ૧,૦૫૦ કરોડના આ સંપાદનની કિંમત સમાન વર્ષના આંકડાઓ પર ૮ ગણો EV/EBITDA ગુણાંક સૂચવે છે