અદાણી ફાઉન્ડેશન અને EDI સંસ્થા દ્વારા ઉમરપાડાના કોટવાળિયા સમુદાય માટે ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ યોજાયો  

0
44

સુરત : અદાણી ફાઉન્ડેશન, હજીરા, EDI સંસ્થા સુરત, અને RSETI, સુરત દ્વારા ઉમરપાડાના આદિવાસી વિસ્તારના કોટવાળીયા સમુદાયના વાંસકામના કારીગરો માટે ત્રણ દિવસીય ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમનું આયોજન ઉમરગોટ ગામ ખાતે કરાયું હતું. આ તાલીમમાં ઉમરપાડા તાલુકાનાં ઉમરગોટ, કેવડી, પાંચ આંબા,ઘણાવડ ગામના ૩૫ જેટલા ભાઈ-બહેનએ તાલીમનો લાભ લીધો હતો.

અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા ઉમરપાડા તાલુકા વિસ્તારમાં આદિવાસી સમુદાયના ઉત્થાન માટે વિવિધ કાર્યક્રમો કરતું રહે છે. એ જ શ્રેણીમાં ઉદ્યોગ સાહસિકતા તાલીમનું આયોજન થયું હતું. આ તાલીમમાં EDI સંસ્થા સુરત ના રિકિલભાઇ મોદી, ડીપીઓ મહેશભાઇ ચૌધરી અને RSETIના જિલ્લા અધિકારી અર્ચનાબેન જોશીએ ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિષય ઉપર તાલીમ આપી હતી. આ તાલીમમાં વાંસકામ કરતાં ભાઈ બહેનોને ઉદ્યોગ સાહસિકતા શું છે? તેના ફાયદા અને સફળ ઉદ્યોગ સાહસિક કેવી રીતે બની શકાય, બજાર જોડાણ કઈ રીતે થાય અને નાણાકીય સાક્ષરતા વિશે માહિતી આપવામાં આવી હતી. અદાણી ફાઉન્ડેશન દ્વારા વાંસકામ કરતાં કોટવાળીયા સમુદાયના કારીગરો માટે વિશેષ કાર્યક્રમ કરતું રહે છે.