અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભુકંપ આવતા તબાહી ;900 થી વધુના મોત

0
92

અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા ભારે તબાહી મચી હોવાના અહેવાલ છે.
ભૂકંપના કારણે દેશમાં અનેક લોકોના મોત થયા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક અહેવાલોમાં 920 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
આ આંકડો સતત વધી રહ્યો છે. ભૂકંપમાં 600 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને ભૂકંપના કારણે સેંકડો મકાનો પણ ધ્વસ્ત થઈ ગયા છે.

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી લગભગ 44 કિમી દૂર 51 કિમીની ઊંડાઈએ નોધાયું હતું. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે પાડોશી દેશ પાકિસ્તાનના લાહોર, મુલતાન, ક્વેટામાં પણ લોકોએ આંચકા અનુભવ્યા હતા.
આ સિવાય ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે.