14 C
Ahmedabad
Sunday, January 23, 2022

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની દિલ્હી ઈડી ઓફિસ માં કરાઈ પુછપરછ 

Must read

અભિનેત્રી જેક્લી ફર્નાન્ડિસ ઈડીના દિલ્હી કાર્યલાયમાં પૂછપરછ માટે હાજર રહી હતી. ઠગ સુકેશ ચંદ્રેશેખર અને બીજાં લોકો ને સંડોવતા મની લોન્ડરિંગ પ્રકરણની તપાસ સંબંધી પૂછતાછના નવો રાઉન્ડ હાથ ધરાયો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએસએ) હેઠળ ૩૬ વર્ષની અભિનેત્રીનું નિવેદન એજન્સી રેકોર્ડ કરશે. આ પ્રકરણમાં ઈડીએ ભૂતકાળમાં જેકલીનની બે વાર પૂછપરછ કરી હતી જેમાં તેને ચંદ્રશેખર સાતે આમને સામને પણ કરાઈ હતી.હાઈ પ્રોફાઈલ લોકો પાસેની ખંડણી તથા ઠગાઈ કરીને ચંદ્રશેખરે એકઠા કરેલા નાણાની જેક્લીન લાભાર્થી હોવાની એજન્સીને શંકા છે. જેક્લીનના પ્રવક્તાએ અગાઉ જણાવ્યું હતું કે સાક્ષીદાર તરીકે તેની પૂછપરછ થઈ રહી છે. તેણે નિવેદનો નોંધાવ્યા છે અને આગળ પણ તપાસમાં એજન્સીને સહકાર આપશે.ઈડીએ પાંચ ડિસેમ્બરે જેક્લીનને મુંબઈ એરપોર્ટ પર દુબઈ જતાં રોકી હતી. એજન્સીએ તેને તપાસ માટે ભારતમાં જ રહેવા જણાવ્યું હતું.

મૂળ શ્રીલંકાની અભિનેત્રીની અંદાજે રૂપિયા 200 કરોડના મની લોન્ડરિંગ પ્રકરણે ઈડીએ અગાઉ પણ પૂછતાછ કરી હતી. આ પ્રકરણ ચંદ્રશેખર અને તેની અભિનેત્રી પત્ની લીના મારિયા પૌલ સંબંધી છે.એજન્સીએ ગયા સપ્તાહે દાખલ કરેલા આરોપનામામાં ચંદ્રશેખર, તેની પત્ની અને અન્ય છ લોકો ના નામનો સમાવેશ કર્યો હતો. એવો આરોપ કરાયો હતો કે ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તેણે જેકલીનને અસંખ્ય મોંઘીદાટ  ભેટો આપી હતી જેમાં ઘોડા અને પર્શિયન બિલાડીઓનો સમાવેશ થતો હતો.ફોર્ટિસ હેલ્થકેરના પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતી સિંહ જેવા અનેક શ્રીમંતો સાથે ઠગાઈ કરવાનો આરોપ છે. અન્ય અભિનેત્રી નોરા ફતેહીની પણ ઈડીએ પૂછપરછ કરી હતી. દિલ્હીની રોહિણી જેલમાંથી ચંદ્રશેખર રોન સ્પૂરિંગ ટેકનોલોજી વાપરીને ખંડણીનું કૌભાંડ ચલાવતો હોવાનું તપાસમાં જણાયું હતું. આ કેસમાં દંપતી ઉપરાંત પ્રદીપ રામનાની અને દીપક રામનાનીની ધરપકડ કરાઈ છે . દિલ્હી પોલીસ ગુનાહિત કાવતરા, ઠગાઈ અને ખંડણીના 200 કરોડના કેસમાં તેની તપાસ ચાલુ છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article