અમદાવાદમાં આકાશ સરકારનું ગેરકાયદે બાંધકામ કોણ હટાવશે ?નામદાર કોર્ટે પણ અરજી ના મંજુર કરતા માર્ગ મોકળો છતાં તંત્ર પગલાં ભરતું નથી !

0
404

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોની ભરમાર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગેરકાયદેસર બંધાઈ રહેલ બાંધકામ તોડવા વામણુ સાબિત થઈ રહ્યું છે.ત્યારે “આકાશ સરકાર” નામના વ્યક્તિનું ગેરકાયદે બાંધકામે ભારે વિવાદ ઉભો કર્યો છે.

નવાઈની વાત તો એ છે કે કોર્પોરેશનની નોટીસ બાદ પણ આકાશ સરકાર નુ ગેરકાયદે બાંધકામ નહિ તૂટતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.

વિગતો મુજબ અત્રેના દાણીલીમડા વિસ્તારમાં આવેલી મિલ્કત 1979 થી હોય બાદમાં ભયજનક અને જર્જરિત થતા સેકન્ડ ફ્લોર ઉપર રીપેરીંગ કરી ધાબુ ભરવામાં આવતા આ બાંધકામ દૂર કરવા અંગે દબાણ આવતા તેઓ એ નામદાર કોર્ટમાં પહોંચ્યો હતો અને કાયદાનો લાભ આપવા અને મનાઈ હુકમ આપવા અરજી કરી હતી પરંતુ નામદાર કોર્ટે પણ આ ગેરકાયદે બાંધકામ હોવા ઉપરાંત બાંધકામની પરવાનગી પણ મનપા માંથી લેવામાં આવી નહિ હોવાની નોંધ કરી હતી ઉપરાંત જ્યારે જર્જરિત બાંધકામ હોય ત્યાં ઉપરથી વધારે બોજો ન આપી શકાય એટલે કે ધાબુ ન ભરી શકાય તે વાતની પણ નોંધ લઈ કેટલાક મુદ્દાઓ નોટ કર્યા બાદ વાદીની અરજી ના મંજુર કરી હતી.

બીજી તરફ આજ આકાશ સરકાર તંત્રને બહેરામપુરા ના ગેરકાયદેસર બાંધકામ તોડવા સલાહ આપી રહ્યો છે અને સોશ્યલ મીડિયામાં કોર્પોરેશનની કચેરી અને અધિકારી સામે પોતે લડી રહ્યા હોવાનું જણાવી રહ્યો છે.

બહેરામપુરા વોર્ડના ઇન્ચાર્જ અમિત શાહ દ્વારા છીપાવાડ માં ગેર કાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું હતું જે લોકોને બતાવે છે પણ બીજી બે બિલ્ડીંગ એમ ને એમ ઉભી છે એ કેમ નથી તોડવામાં આવી અને વધુ માં કહ્યું કે ગુલાબનગરમાં 100 થી વધુ ગેરકાયદેસર ગોડાઉનો છે. કોર્પોરેશન ના અધિકારીઓ સામે ઘણા આક્ષેપો કર્યા છે.

આકાશ સરકાર આ વિડીયોમાં કોર્પોરેશન સામે જે આક્ષેપો કરે છે. શું એવું તો નથી ને કે તે પોતાનું ગેરકાયદેસર મકાન બચાવવા માટે આ બધું કરી રહ્યો તેવી ચર્ચાઓ ઉઠવા પામી છે ત્યારે આકાશનું ગેરકાયદે બાંધકામ ક્યારે તૂટશે તે અંગે સવાલો ઉઠવા પામ્યા છે.