અમદાવાદમાં આજે બ્લાસ્ટની ધમકી,પોલીસે એલર્ટ જાહેર કર્યું

0
33

આજે તા. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દીને અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીનો નનામો પત્ર મળ્યા બાદ પોલીસે એલર્ટ જાહેર કર્યું છે અને શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નનામા પત્રને લઈ અને તપાસ શરૂ થઈ છે.

અમદાવાદ પોલીસને કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ કરવાની ધમકી આપતો પત્ર મળતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

પત્રમાં એટલે કે તા.26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ અમદાવાદના ગીતા મંદિર GSRTC બસ સ્ટેન્ડ અને કાળુપુર રેલ્વે સ્ટેશનને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હાલ અમદાવાદ શહેર કરામ બ્રાંચ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ અમદાવાદ શહેર પોલીસ સતર્ક થઇ ગઈ હતી અને અમદાવાદ પોલીસ દ્વારા ગીતા મંદિર GSRTC બસ સ્ટેન્ડ અને કાળુપુર રેલ્વે સ્ટેશન અને ત્યાં આવનાર મુસાફરોની સુરક્ષા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે
અને શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે.