અમદાવાદમાં એસ્પાયર-2 નામના બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી, સાત વ્યક્તિના મોત

0
47

અમદાવાદમાં એસ્પાયર-2 નામના બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી, સાતના મોત

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક બંધાઈ રહેલ નવી એસ્પાયર નામના બિલ્ડિંગમાં ચાલુ બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટતાં 7 શ્રમિકનાં મોત થયા છે. એસ્પાયર-2 નામના બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી લિફ્ટ તૂટતાં 7 મજૂરનાં મોત થયાં હોવાના અહેવાલ છે.

આ દુર્ઘટનામાં મૃતકોમાં સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​​​​,જગદીશભાઈ રમેશભાઈ નાયક,અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ​​​​​​,મુકેશ ભરતભાઈ નાયક ​​​​​​,મુકેશભાઇ ભરતભાઇ નાયક​​​​​​​,
રાજમલ સુરેશભાઇ ખરાડી,અને
પંકજભાઇ શંકરભાઇ ખરાડીનો સમાવેશ થાય છે.
આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.