અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રવક્તા જયેન્દ્ર સિંહ પરમાર સહિત ત્રણની ધરપકડ! રાઈસ મિલના માલિકની મિલકત પડાવી લેવા જતા ભેરવાયા!

0
28

રાજ્યમાં વ્યાજખોરો સામે હાલ પોલીસ દ્વારા જોરદાર કાર્યવાહી શરૂ થતાં આવા વ્યાજખોરોમાં ભારે ફફડાટ છે ત્યારે પોલીસની આ ઝૂંબેશમાં કેટલાક નેતાઓ પણ ઝપેટમાં ચડી રહ્યા છે અમદાવાદમાં કઈક આવુજ થયું છે.

અમદાવાદમાં કરોડોની વ્યાજ ઉઘરાવનાર ટોળકી સામે એક રાઇસ મિલના માલિકે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ કરતા ત્રણ ઈસમો સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે જે પૈકી ધરપકડ કરાયેલા જયેન્દ્ર સિંહ પરમાર નામનો આરોપી કોંગ્રેસના શહેર પ્રવક્તા તરીકેની જવાદારી નિભાવતો નેતા હોવાનું સામે આવ્યું છે.

અનુસાર, રાઈસ મિલના માલિકે ક્રાઈમ બ્રાન્ચના ઈકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં મહિલા સહિત છ આરોપીઓ વિરુદ્વ ફરિયાદ કરતા ગુનો દાખલ થયો છે. ફરિયાદીના રૂપિયા જમીનમાં રોકાઈ જતા તેણે વ્યાજે પૈસા લીધા હતા. ત્યારે વ્યાજખોરોએ 10 થી 40 ટકા સુધીનું વ્યાજ વસૂલ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પીડીતે રૂ.3.78 કરોડની સામે 9.95 કરોડ ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે 9.95 કરોડ ચૂકવવા છતા રૂ.3.36 કરોડની વ્યાજખોરો ઉઘરાણી કરી ફરિયાદીની મિલકત પડાવી લેવા ધમકી મળતા આખરે ઈકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં મહિલા સહિત છ આરોપીઓ વિરુદ્વ ફરિયાદ દાખલ કરી હતી. જેમાંથી ઈકોનોમિક્સ ઓફેન્સ વિંગે કોંગ્રેસ પ્રવક્તા જ્યેન્દ્રસિંહ પરમાર સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા છે. જ્યારે વિજ્ય ઠક્કર, નરેન્દ્ર ઉર્ફ મુન્નો ભરવાડ અને જાગૃત રાવલ નામના શખ્સો ફરાર છે.

રાઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરોની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેમાંથી જયેન્દ્ર સિંહ પરમાર નામનો આરોપી કોંગ્રેસના શહેર પ્રવક્તા તરીકેની જવાદારી નિભાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આજ આરોપી નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર પણ હોવાનું સામે આવ્યું છે.