12 C
Ahmedabad
Friday, January 28, 2022

અમદાવાદ ના ડ્રગ્સ રેકેટ નો રેલો વલસાડ સુધી પહોંચ્યો,વંદિત પટેલે રૂ. 2 કરોડ નું ક્રિપ્ટો કરન્સી થી ટ્રાન્જેક્શન કર્યા નો ખુલાસો

Must read

અમદાવાદ માં ઝડપાયેલા સૌથી મોટા ડ્રગ્સ રેકેટ માં વંદિત પટેલ નું મોટું કસ્ટમર ગ્રુપ હોવાની વાત બહાર આવી રહી છે અને અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત ના વલસાડના ડ્રગ્સ ડીલરો પણ વંદિત પાસે થી ડ્રગ્સ ખરીદતા હોવાની વાત નો ખુલાસો થયો છે, હાઈ પ્રોફાઈલ લોકો વંદિત ના ક્સ્ટમર હોવાની વાત સામે આવી છે જેઓને ડ્રગ્સ પહોચતુ કરવામાં આવતું હતું,આવા હાઇ પ્રોફાઈલ લોકો ની પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને કેટલા સમય થી ડ્રગ્સ નો વ્યવહાર થતો હતો તેની વિગતો મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડમાં મોટા-મોટા બિલ્ડરો અને પ્રતિષ્ઠિત પરિવાર ના નબીરાઓ ની સંડોવણી બહાર આવી છે. આ કેસમાં માસ્ટર માઈન્ડ વંદિત પટેલના સીડીઆરની તપાસ કરતા ક્રિપ્ટો કરન્સીના ગેરકાયદે વ્યવહારોનો પણ ખુલાસો થયો છે. ડ્રગ્સની ખરીદી માટે ક્રિપ્ટો કરન્સીમાં બીટકોઈન અને ઇથેરિયમ થી પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનું તપાસ માં બહાર આવ્યું છે અને લગભગ 2.85 લાખ ડોલર એટલે કે આશરે 2 કરોડ રુપિયા નું પેમેન્ટ કરાયું હોવાનું ખુલ્યુ છે.
વંદિત અમેરિકાથી ડ્રગ્સ પાર્સલમા મંગાવતો હોવાથી યુએસની પ્રતિષ્ઠિત એજન્સી FBI ની પણ આ કેસમાં મદદ લેવામાં આવી રહી છે,ડાર્ક વેબ મારફતે એર કાર્ગો દ્વારા યુએસ સહિતના દેશોમાંથી ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ મંગાવવાનાર વંદિત પટેલ એક મોટો ભેજાબાજ છે અને આ ડ્રગ્સ રેકેટ 2012થી ચાલી રહ્યું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.વંદિત ભણવા માટે સિંગાપોર ગયો ત્યાં તે નશો કરતો હતો અને આ ડ્રગ્સના પેમેન્ટના સિક્યોર મોડ તરીકે ત્યાં તે ડાર્ક વેબ શીખ્યો હતો.
વંદિતે અમદાવાદ નાસાઉથ બોપલ વિસ્તારમાં REXON સલૂન શરુ કર્યા બાદ કસ્ટમર શોધવાનું ચાલુ કર્યું અને એક મોટું ગ્રુપ ઉભું કરી દીધું અને જોતજોતામાં અમદાવાદ થી લઈ વલસાડ સુધી નેટવર્ક ઉભું કરવામાં સફળ રહ્યો હોવાની વાત સામે આવી આવી છે જેમાં હજુપણ મોટા ખુલાસા થઈ શકે છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article