અમદાવાદ માં ભારે ચકચાર જગાવનાર બર્ડફ્લુ ક્યાંથી શરૂઆત થઈ તે મુદ્દે તપાસ ના ચક્રો ગતિમાન થાય છે અને પ્રાથમિક તપાસ માં બહાર આવેલી વિગતો માં અલ્હાબાદથી 6 લોકો ગિની ફાઉલ વેચવા માટે અમદાવાદમાં આવ્યા હતાં.આ બધા ગિની ફાઉલને કોઈ બીમારી થઈ ગઈ છે તેવી આશંકા પછી એ લોકો પક્ષીઓને વસ્ત્રાલમાં છોડીને ભાગી છૂટ્યા હોવાનું કહેવાય છે,આટલી બધી ચાઇનીઝ મરઘીઓ એક જ સ્થળે હોવાની જાણ સ્થાનિક લોકોએ એનિમલ હેલ્પલાઇનને જાણ કરતા આશા ફાઉન્ડેશન હાથીજણ સ્થિત ફાર્મહાઉસમાં લઈ ગયા હતા અનેત્યાં ગિની ફાઉલનો ટેસ્ટ કરાવ્યો હતો.જેમાં તમામને બર્ડ ફ્લૂ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યોહોવાનું પણ કહેવાય છે, જોકે,બર્ડ ફલૂ ના વાવર ને લઇને લોકો માં દહેશત નો માહોલ પ્રસરી ગયો છે.