12 C
Ahmedabad
Friday, January 28, 2022

અમદાવાદ માં મોટાપાયે બાંગ્લાદેશી ઘૂસી ગયા અને ઈલેક્શન કાર્ડ પણ બની ગયા !!

Must read

અમદાવાદ માં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર ઘૂસી ગયા હોવા અંગે ભાજપે જ્યારે તપાસની માગણી કરી ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન પઠાણ ઉર્ફે સન્ની બાબાએ જે જવાબ આપ્યો તે ચોંકાવનારો હતો, બાબા એ કહ્યું ભાજપ ના રાજ માં જ આ બધા ઘૂસ્યા છે અને તે માટે વિજીલન્સ દ્વારા તપાસ થવી જોઈએ.
વિગતો મુજબ અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં કેટલા બાંગ્લાદેશીઓ છે તેની તપાસ થવી જોઇએ તેવા ભાજપના દંડકના પ્રશ્નના જવાબમાં મ્યુનિ. બોર્ડની બેઠકમાં આ મુદ્દે કોંગ્રેસે વિજિલન્સ તપાસની માગ કરી હતી.
કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન પઠાણ ઉર્ફે સન્ની બાબાએ જવાબ આપતા જણાવ્યું કે ખરેખર તપાસ થવી જ જોઈએ કે આ લોકોને ઇલેકશનકાર્ડ થી લઇને પાસપોર્ટ સુધીના દસ્તાવેજો ભાજપ સરકારમાં જ બની ગયા છે જેની ખરેખર તો વિજીલન્સ તપાસ થવી જોઈએ તોજ સાચી વિગતો બહાર આવશે.
આમ અમદાવાદ માં બાંગ્લાદેશીઓ ની ઘૂસણ ખોરી અને તેઓના બની ગયેલા ડોક્યુમેન્ટ મુદ્દે ખુદ કોંગી અગ્રણીઓ એ ભાજપ સામે જ સવાલો ઉઠાવતા મુદ્દો ગરમાયો હતો.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article