અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન દ્વારા જાહેરમાર્ગ પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાતા બહેરામપુરા સહીતના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. ટી.પી. સ્કીમ નં.૩૨ સબ પ્લોટ નં.૨૦ થી ૨૨ પૈકીમાં સુએજ્ફાર્મ પીરણા ડમ્પ સાઇટ વાળા રોડ પર, રેહાન એસ્ટેટ પાસે આવેલ “જીબ્રીલ એસ્ટેટ” ના અંદાજીત ૧૨૦૦ ચો.ફુટ ક્ષેત્રફળમાં કરવામાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ પ્રકારના દબાણો દૂર કરાયા હતા.
સબ પ્લોટ નં.૪૫ આસપાસ અંદાજીત ૬૩૦૦ ચો.ફુટ ક્ષેત્રફળમાં કરવામાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ પ્રકારના મળી કુલ ૭૫૦૦ ચો.ફુટ ક્ષેત્રફળ ધરાવતાં બે અન-અધિકૃત બાંધકામોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરાયા હતા. હિટાચી મશીન, જે.સી.બી. મશીન, દબાણ ગાડી તથા ખાનગી મજુરોની મદદથી દાણીલીમડા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તોડી પાડવામા આવ્યા હતા.
લાંભામાં જાહેરમાર્ગ પરથી ૦૩ નંગ લારીઓ, ૦૪ નંગ બાંકડા, ૦૨ નંગ કાચા શેડ, ૦૩ નંગ ખાટલા તેમજ ૨૮ નંગ પરચુરણ માલસામાન, લૂઝ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઇલે.વોર્ડ વટવામાં આલોક-પુષ્પક બંગલોઝની સામે આવેલ ભકિતનગરની ગોળાઇ પર ગાયો, ભેંસો બાંધવા માટે કરવામાં આવેલ લોખંડના ખૂંટા તથા પાણીનો હવાડો તોડી દૂર કરવામાં આવ્યા હતા. આવા પ્રકારના અન અધિક્રુત બાંધકામો, ટી.પી.રસ્તામાં કપાત થતાં બાંધકામો તેમજ જાહેરમાર્ગ પરના જાહેર જનતા તથા ટ્રાફીકને અવર જવરમાં નડતરરુપ દબાણો દૂર કરવાની કામગીરી આગામી દિવસોમાં ચાલુ રાખવામાં આવશે.