અમેતો પેટ્રોલ-ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો! પણ ભાવ ઘટાડો થતો કેમ નથી?પેટ્રોલિયમ મંત્રીનું નિવેદન

0
42

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધુ હોવાથી મોંઘવારી વધી હોવાની અસર છે,ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા ખાવા પીવાની ચીજો અને શાકભાજી,દૂધ મોંઘા થાય છે, જેની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર અસર વર્તાય છે ત્યારે આ બધા વચ્ચે
હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ ઓઈલ કંપનીઓને ભાવ ઘટાડવાની અપીલ કરી છે.

હરદીપ સિંહ પુરીનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવવધારો છતાં અમે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યો નથી.

કારણ કે સરકારે નવેમ્બર 2021 અને પછી મે 2022ના દિવસે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો પણ કેટલાક રાજ્યોએ વેટ ઘટાડ્યો નથી અને તેથી જનતાને ભાવ વધારે લાગી રહયા છે.