અમેરિકામાં મોડી રાતે વોલમાર્ટમાં ફાયરિંગ,10ના મોત અનેક ઘાયલ

0
50

અમેરિકામાં મોડી રાતે વોલમાર્ટમાં  ફાયરિંગની ઘટના બની હતી જેમાં વર્જિનિયાના વોલમાર્ટ સ્ટોરમાં મોડી રાતે થયેલા આ ફાયરિંગમાં 10 લોકોનાં મોત થયા હતા અને અનેક ઘાયલ થયા છે, મૃત્યુ આંક વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સ્ટોરના મેનેજરે જ તેમના સ્ટાફ પર આડેધડ ગોળીઓ ચલાવી હતી બાદમાં તેણે પોતાની જાતને પણ ગોળી મારી સુસાઇડ કરી લીધું હતું.

મહત્વનું છે કે એક સપ્તાહમાં આ બીજી  માસ શૂટિંગની ઘટના બની છે. આ પહેલાં કોલારોડોની ગે ક્લબમાં ફાયરિંગ થયું હતું જેમાં 5 લોકોનાં મોત થયા હતા.
આ ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ છે.  ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે.  વોલમાર્ટ સ્ટોરને હાલમાં સીલ કરવામાં આવ્યો છે.  પોલીસ સ્ટોરના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે.  વર્જિનિયાના પોલીસ અધિકારી લીઓ કોસિન્સ્કીએ પુષ્ટિ કરી છે કે હુમલાખોરનો મૃતદેહ સ્ટોરની અંદરથી મળી આવ્યો હતો.