અમેરિકા સામે લડવા ઉત્તર કોરિયાએ કરી તૈયારી, આઠ લાખ યુવાનો સેનામાં ભરતી માટે તૈયાર

0
61

દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસને રોકવા માટે ઉત્તર કોરિયા દરરોજ નવા દાવપેચ અપનાવી રહ્યું છે.
ICBM લોન્ચ કર્યાના એક દિવસ બાદ જ ઉત્તર કોરિયાએ મોટો દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાના આઠ લાખ યુવાનો અમેરિકા વિરુદ્ધ યુદ્ધ માટે સ્વયં સેનામાં જોડાવા તૈયાર છે. આ નવ યુવાનોમાં સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કામદાર વર્ગનો સમાવેશ થાય છે. આ દાવો ઉત્તર કોરિયાના અખબાર રોડોંગ સિનમુનમાં કરવામાં આવ્યો છે.

આ પહેલા ગુરુવારે ઉત્તર કોરિયાએ હવાસોંગ-17 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (ICBM) લોન્ચ કરી હતી. અહેવાલો અનુસાર, ઉત્તર કોરિયાએ ગુરુવારે કોરિયન પેનિનસુલા અને જાપાન વચ્ચેના સમુદ્રમાં ICBM છોડ્યું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સમિટમાં ભાગ લેવા ટોક્યો જવાના હતા તે સમયજ આ પરિક્ષણ થયું છે.

ઉત્તર કોરિયાએ કહ્યું છે કે તેણે અમેરિકા અને દક્ષિણ કોરિયાને ‘સખત ચેતવણી’ આપવા ગુરુવારે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (ICBM) ‘Hwasongpho-17’નું પરીક્ષણ કર્યું છે.
ઉત્તર કોરિયાએ ફરી એકવાર અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અભ્યાસને ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ગણાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ‘બંને દેશો મોટા પાયા પર આક્રમક દાવપેચ ગોઠવીને તેને ભડકાવી રહ્યા છે’. જણાવી દઈએ કે ઉત્તર કોરિયાએ હ્વાસોંગફો-17 નામની ICBM મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.