અરવલ્લી જિલ્લામાં ગોબરધન યોજના અંતર્ગત કલસ્ટર બાયોગેસ મોડેલમાં વ્યક્તિગત લાભાર્થીને વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટનો લાભ

0
12

જિલ્લા ગ્રામ વિકાસની કચેરી,રાજ્ય સરકાર દ્વારા લગભગ ૭૬૦૦ જેટલા  વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ પુરા પાડવાનો લક્ષ્યાંક

બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારમાં પશું છાણ તેમજ બાયોડીગ્રેબલ વેસ્ટ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા- સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય અને રોજગારીનો સ્ત્રોત ઉભો કરવાનો ઉદેશ્ય

૮ ગામોના કલસ્ટરમાંથી ૨૦૦ લાભાર્થીઓના રૂપિયા ૫૦૦૦ નાં વ્યક્તિગત લોકફાળાનાં સહયોગથી આજ દિન સુંધી કુલ ૧૭૫ જેટલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ

સ્વરછ ભારત મિશન –ગ્રામીણ યોજના અંતર્ગત ગોબરધન યોજના ભારત સરકારની એક મહત્વની યોજના છે .જેમાં બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારમાં પશું છાણ તેમજ બાયોડીગ્રેબલ વેસ્ટ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા- સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય અને રોજગારીનો સ્ત્રોત ઉભો કરવાનો ઉદેશ્ય છે.

ગોબરધન યોજના અંતર્ગત કલસ્ટર બાયોગેસ મોડેલમાં વ્યક્તિગત લાભાર્થીને વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટનો લાભ આપવામાં આવે છે. જેમાં ગ્રામ વિકાસની કચેરી,રાજ્ય સરકાર દ્વારા લગભગ ૭૬૦૦ જેટલા  વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ પુરા પાડવાનો લક્ષ્યાંક હાથ ધરવામાં આવેલ છે. જે પૈકી અરવલ્લી જીલ્લાના મોડાસા અને માલપુર તાલુકાના ૮ ગામોને જોડતું કલસ્ટર બનાવી કુલ ૨૦૦ જેટલા લાભાર્થીઓને લાભ આપવાનું ગ્રામ વિકાસ વિભાગની જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અરવલ્લીની સ્વરછ ભારત મિશન –ગ્રામીણ યોજના  અને મનરેગા યોજનાના સંયુક્ત સહયોગથી તેમજ NDDB/ સાબરડેરીનાં  અમલીકરણ થકી આ ૮ ગામોના કલસ્ટરમાંથી ૨૦૦ લાભાર્થીઓના રૂપિયા ૫૦૦૦ નાં વ્યક્તિગત લોકફાળાનાં સહયોગથી આજ દિન સુંધી કુલ ૧૭૫ જેટલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવેલ છે જ્યારે ૨૫ લાભાર્થીઓના કામ પ્રગતિમાં છે.

આ રીતે લાભાર્થીઓને વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ તેમજ તેમની રોજગારીમાં પણ વધારો કરવાની આ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાનો ગોબરધન પ્રોજેક્ટ સફળતા પૂર્વક અમલી છે.