અરવલ્લી જિલ્લામા મહિલા સહાયતા કેન્દ્રમાં મહિલાઓને તેમના હક્ક, ફરિયાદ માટે મફત કાનુની માર્ગદર્શન આપવામાં આવે છે.

0
11

ઘરેલુ હિંસા, સાયબર ક્રાઇમ, કામના સ્થળે જાતિય સતામણી, પરિવારજનો દ્રારા સતામણી, બાળકોનુ શોષણ સહિત મહિલાઓ સામે થતિ તમામ પ્રકારની હિંસા રોકવા અને પીડિતાને ન્યાય આપવા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર કાર્યરત

અરવલ્લી જિલ્લામાં પીડિત મહિલાઓની સહાયતા માટે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર સરકાર દ્રારા કાર્યરત છે. રાજ્યના દરેક જિલ્લામા આ સેન્ટર કાર્યરત છે. પોરબંદરમા આવેલા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમા વર્ષ 2021-22મા 140થી વધુ કેસ આવ્યા છે.પીડિતાને ન્યાય મળે તે માટે કાયદાકીય માર્ગદર્શન,પોલીસની કાર્યવાહી સહિત જરૂરી તમામ સહાયતા કરવાની સાથે મહિલા કાઉન્સેલર દ્રારા પીડિતાની સમસ્યા સાંભળી તેમને જોઇતુ તમામ માર્ગદર્શન આપવામા આવે છે.

અરવલ્લી જિલ્લામાં બે,તાલુકામાં મોડાસાનું સબલપુર  અને મેઘરજ ખાતે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર કાર્યરત છે.સબલપૂર સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી.સેન્ટરના કાઉન્સેલર પ્રેમિલાબેન દ્વારા જણાવવામાં આવ્યું,આ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ૨૦૧૪ થી કાર્યરત છે,અને અત્યાર સુધી ૮૯૨ અરજીઓ નોંધાઇ છે, જેમાંથી ૫૦૦ થી વધુ કેસમાં સમાધાન કરાવવામાં આવ્યું છે. જેમાં અરવલ્લી જિલ્લામાં નશાથી થતી હિંસા, લગ્નેતર સંબધો, અંધશ્રદ્ધાના કેસ, અને ઘરેલુ હિંસાના કેસ વધારે જોવા મળતા હોય છે.અહિં આવતા અરજદારોને શાંતિ પુર્વક સાંભળવામાં આવે છે,અહીંયા અમારા સેન્ટરમા કાઉન્સેલર દ્વારા પીડીતાઓને માત્ર માર્ગદર્શન જ નહિ પરંતુ મહિલાઓ દ્વારા થયેલી અરજીના આધારે પતિ-પત્ની વચ્ચેના ઝધડા, સ્ત્રીધન-કરીયાવર, સંતાનોની કસ્ટડી અપાવી દેવી, છુટાછે઼ડા અને ઘરેલુ હિસા જેવા કેસમાં સમાધાન અથવા કાર્યવાહીની સુવીધા અપાય છે.અંધશ્રદ્ધાના કેસમા પરિવારને સમજાવીને સમાધાન કરાવવામાં આવે છે.આવા પ્રકારના કેસો પોલીસ દ્વારા અથવા જૂના અરજદાર દ્વારા કાઉન્સેલર પાસે આવે છે. જોકે હવેના સમયમાં બનાવો ધટ્યા છે આ પાછળ નુ કારણ પીડીતાઓએ કાનુની સલાહ મળી રહે છે અને મહિલાઓ જાગૃત બની છે.મહિલાઓ પર થતી તમામ હિંસાને રોકવા માટે આ સેન્ટર ચાલુ છે. કોઇપણ પીડિતા 181 મા કોલ કરીને પોતાની સમસ્યા જણાવી શકે છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સબલપુર પોલીસ
સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં સહાયતા લેનાર મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારા પરીવારના પ્રશ્નો અને મુશ્કેલીઓ આ સહાયતા કેન્દ્રમાં આવીને અને સલાહ લઈને આજે સુખેથી અમારો સંસાર મંડાયો છે. તેના માટે અમે આ કાઉન્સેલર બેહનોનો આભાર માનીએ છીએ. અને મહિલાઓ માટે સરકાર દ્વારા આ સહાયતા કેન્દ્ર ખોલવામાં આવ્યા છે તેનાથી અમારા જેવી મહિલાઓને સાચી સલાહ મળી રહે છે.જેના માટે આભારી છીએ.