આખરે,ભાજપની વ્યૂહરચના સફળ રહી ! આ 15 બેઠકો ઉપર ભાજપ વિરૂદ્ધ બોલતા નેતાઓ ફરી ભાજપમાં સામેલ થયા ! ગાઈ રહ્યા છે ભાજપના ગુણગાન

0
30

ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્યોને ભાજપમાં ખેંચી કેટલીક બેઠકો ઉપર કબ્જો કરવાની વ્યૂહરચના ગોઠવી છે.

ઊંઝાથી ચૂંટાયેલાં અને પાટીદાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનારાં ડૉ. આશાબેન પટેલથી શરૂ કરી રાધનપુરથી ચૂંટાયેલા અને ઓબીસી આંદોલનનો ચહેરો અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડવા સાથે પાટીદાર આંદોલનથી પ્રભાવિત મોરબીથી ચૂંટાયેલા બ્રિજેશ મેરજાને પણ ખેંચી લઈ પ્રધાનપદ અર્પણ કરી કરજણના ધારાસભ્ય અક્ષય પટેલને પણ ખેંચી લીધા આ તમામ બેઠકો પર ચૂંટણી પહેલાંથી જ લોકો સાથે સંપર્ક વધાર્યા અને ભાજપનો પાયો મજબૂત કર્યો છે.
હાર્દિક પટેલ સહિતના આંદોલનકારી નેતાઓ હવે બદલાયેલા માહોલમાં ભાજપ તરફથી પ્રચાર કરી રહયા છે.

2017ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન અને ઓબીસી આંદોલનના કારણે ગુમાવેલી 15 બેઠકો પાછી મેળવવા ભાજપે રાજકીય ચોગઠાં ગોઠવ્યા છે. 2017માં ગુમાવેલી 15 બેઠકોમાં 9 સૌરાષ્ટ્રની, 3 ઉત્તર ગુજરાતની અને 3 મધ્ય ગુજરાતની બેઠકો છે જેના ઉપર ભાજપે મહેનત વધારી છે અને એક સમયે ભાજપનો વિરોધ કરનાર નેતાઓને ભાજપમાં જોડી ભાજપ તરફી પ્રચાર કરી ભાજપ તરફી માહોલ બનાવવામાં સફળતા મળી રહી છે.

આ એવી બેઠકો છે જ્યાં ભાજપ 1998 થી લઈ 2012 સુધીની તમામ ચારેય ચૂંટણીઓ જીતતું આવ્યું હતું.
જેના ઉપર ફરી કબ્જો કરવા વ્યૂહરચના ગોઠવી છે.

15 બેઠકોમાં 60% સૌરાષ્ટ્રની બેઠકો છે. જેમાં મોરબી, ટંકારા, કાલાવાડ, ખંભાળિયા, જુનાગઢ, કોડીનાર, રાજુલા, સાવરકુંડલા અને તળાજા સહિત 9 બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર ગુજરાતની ત્રણ બેઠકોમાં ઊંઝા, પાટણ અને રાધનપુર આવે છે. બાકીની ત્રણ મધ્ય ગુજરાતની છે. જેમાં ધંધુકા, આણંદ અને ઉમરેઠ બેઠક નો સમાવેશ થાય છે.