આખરે ઉદ્ધવ ઠાકરેએ મોડીરાત્રે સરકારી બંગલો છોડ્યો,મુખ્યમંત્રીપદ છોડવાની કરી વાત

0
68

આખરે ઉદ્ધવ ઠાકરેએ સરકારી આવાસ ખાલી કર્યો છે અને તેઓએ ફેસબુક લાઇવ કરી મહારાષ્ટ્રની જનતાને સંબોધન કર્યુ હતું તેઓએ સીએમ પદ પરથી રાજીનામું આપવાની વાત પણ કહી હતી. હવે મોડી રાત્રે તેઓ સીએમ આવાસ છોડીને માતોશ્રી જવા રવાના થઈ રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરે CM હાઉસ વર્ષા ખાલી કરવા લાગ્યા હોવાના ફૂટેજ સામે આવ્યા છે. ઉદ્ધવ પોતાના પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયા છે. તેઓ સાથે તેમના પત્ની રશ્મિ ઠાકરે, બંને પુત્ર આદિત્ય અને તેજસ ઠાકરે પણ સરકારી બંગલો વર્ષા છોડી પોતાના નિવાસસ્થાન માતોશ્રી જવા માટે રવાના થયા છે.કર્મચારીઓ તેમના ઘરનો સામાન કાઢવા નજરે પડ્યા હતા.

બીજી તરફ શિંદે જૂથ હવે વધુ મજબૂત બની ગયું છે. મોડી સાંજે લગભગ સાડા આઠ વાગ્યે વધુ 4 ધારાસભ્ય ગુવાહાટી પહોંચ્યા છે. 2 શિવસેનાના અને 2 અપક્ષ છે. ગુલાબરાવ પાટિલ, યોગેશ કદમ, મંજુલા ગાબિલ અને ચંદ્રકાંત પાટિલ સામેલ છે. શિંદે દાવો કરી રહ્યાં છે કે તેમની સાથે 46 ધારાસભ્યનું સંખ્યાબળ છે.