આખરે, મધુ શ્રીવાસ્તવે ભાજપ માંથી આપ્યું રાજીનામુ ; કહ્યું મારા કાર્યકરો કહે તે મુજબ કરીશ !

0
57

ભાજપે ટીકીટ નહિ આપતા વડોદરા જિલ્લાવા વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આખરે ભાજપને ટાટા બાય બાય કરી દીધું છે. મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડવાનુ અગાઉ કહી ચુક્યા છે.

મધુ શ્રીવાસ્તવનું કહેવું છે કે, મારી ટિકિટ કપાતા કાર્યકરોમાં નારાજગી ફેલાઈ હતી જેથી મે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યુ છું. બે દિવસમાં મારા સમર્થક કાર્યકરો અને કમિટી જે નિર્ણય કરે તે પ્રમાણે આગામી રણનીતિ નક્કી કરીશ. કાર્યકરો કહેશે તો હું અપક્ષ ચૂંટણી લડીશ.
હું આજે ભાજપને રામ રામ કહું છું.

વડોદરા અને વાઘોડિયાના કાર્યકર્તાઓને ભેગા કરીને સૌની સહમતીથી જે નિર્ણય લેવાશે તે મુજબ હું ચાલવાનો છું. કાર્યકર્તાઓ કહેશે કે કોઈ કાર્યકર્તાને ચૂંટણી લડાવવાની છે, તો તેને લડાવીશું. કર્તાકર્તાઓ કહેશે મધુભાઈ તમે લડો તો જ હું ચૂંટણી લડીશ.
આમ હવે સ્વતંત્ર ચૂંટણી લડવા નક્કી કર્યું છે તેઓએ રાજીનામુ સીઆર પાટીલ ને મોકલ્યું હતું.