ભાજપના સાંસદોએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના લંડનમાં આપેલા નિવેદનોની આકરી ટીકા કર્યા બાદ રાહુલે પોતાનો બચાવ કરતા કહ્યુ મેં અન્ય કોઈ વિદેશી દેશને ભારતમાં હસ્તક્ષેપ કરવા માટે કહ્યું નથી. કોઈપણ દેશને આપણા દેશમાં દખલ કરવાનો અધિકાર નથી.
રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા પોતાના નિવેદન અંગે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ અંગેના દાવા કરવામાં આવી રહ્યા છે કે તેમણે G-20ની અધ્યક્ષતા પર વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દા પર ખુલીને વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ બીજેપી સાંસદો સાથે ઘણી વખત બોલાચાલી કરી હતી. ભાજપના સાંસદોએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના લંડનમાં આપેલા નિવેદનોની આકરી ટીકા કરી હતી. આ પછી રાહુલે પણ પોતાનો બચાવ કર્યો હતો. રાહુલે ભારતમાં અન્ય દેશોની દખલગીરીના કથિત નિવેદનને નકારી કાઢ્યું હતું. તેમણે કહ્યું કે તેમણે આ મામલે કોઈ બહારના દેશને હસ્તક્ષેપ કરવા માટે કહ્યું નથી. રાહુલે કહ્યું કે, કોઈપણ દેશને આપણા દેશની અંદર દખલ કરવાનો અધિકાર નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા પોતાના નિવેદનો પર સ્પષ્ટતા કરી હતી. કહ્યું, ‘મેં કહ્યું હતું કે આ અમારો આંતરિક મામલો છે અને અમે તેનો ઉકેલ લાવીશું.’ જો કે આ દરમિયાન તેમણે ભાજપની કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ‘તે સ્પષ્ટ છે કે ભારતીય લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. ઈડી, સીબીઆઈ જેવી સંસ્થાઓનો સરકાર વિપક્ષ સામે હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. તેમણે હિંડનબર્ગ અને અદાણીના મુદ્દે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ ભારત પર હુમલો નથી, તે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેના નાણાકીય વ્યવહારો વિરુદ્ધ છે. અદાણી એ ભારત નથી. રાહુલ જ્યારે સ્પષ્ટતા આપી રહ્યા હતા ત્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ તેમને અટકાવ્યા અને કહ્યું કે આ બેઠકમાં માત્ર વિષય પર ચર્ચા થવી જોઈએ.