આખરે વડોદરાનો યુવાન હર્ષ સલુજા KBC સીઝન-14માં પહોંચી ગયો ! આજે ટીવી ઉપર જોવા મળશે

0
39

સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના લોકપ્રિય ટીવી શો એવા KBC સીઝન-14માં વડોદરાનો 30 વર્ષીય હર્ષ સલુજા આજે હોટસીટ ઉપર નજરે પડશે.
આજે રાત્રે 9 કલાકે લોકપ્રિય આ ટીવી શોમાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસીને વડોદરાનો આ યુવાન જવાબો આપશે.

KBC સીઝન-14માં પહોંચેલા હર્ષ સલુજા વડોદરાના સુભાનપુરા એ-2, જલાશ્રય સોસાયટીમાં માતા-પિતા અને પત્ની સાથે રહે છે.

છેલ્લા 7-8 વર્ષથી KBC માં ભાગ લેવા માટે તે પ્રયત્ન કરતો હતો જે આખરે સફળ થયો હતો.

અગાઉ વર્ષ-2020-21માં કોરોના કાળ ના કપરા સમયમાં બે વીડિયો ઓડિશન પણ આપ્યા હતા પણ સફળતા મળી ન હતી.
KBC-14મી સિઝનમાં ફરી શરૂ કર્યો બે વખત પ્રયત્નો કર્યાં હતા. પરંતુ, સફળતા મળી ન હતી.
આખરે ફેબ્રુઆરી-માર્ચ-2022માં ફરી પ્રયત્ન કરતા આખરે KBCમાં જવાનું સ્વપ્ન પૂરું થયું હતું.

સપ્ટેમ્બર-022માં મુંબઇમાં ઓડિશન દરમિયાન 400 હરીફોમાં તે સિલેક્ટ થતા હર્ષની ખુશીનો પાર ન હતો.
અમિતાભ બચ્ચનના ફેન એવા તેના ઘરના સભ્યો પત્ની રીતુ, પિતા જસપાલસિંહ અને મમ્મી ઇન્દ્રા પણ ખુશ થઇ ગયા.

આજે 9 નવેમ્બર-2022ના રોજ શો પ્રસારીત થશે. આ શોમાં હર્ષ
સાથે તેની પત્ની અને મમ્મી-પપ્પા પણ આવ્યા હતા.
હર્ષનું કહેવું છે કે ‘મારા માટે કૌન બનેગા કરોડ પતિમાં પૈસા કમાવવા તે મકસદ ન હતો. પરંતુ, મારું અને મારા પરિવારને મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને મળવાનું સ્વપ્ન હતું. જે સ્વપ્ન પૂરું થઇ ગયું છે.
KBCનો પ્રોમો આવવાની શરૂઆત થતાં જ મારા ઉપર અને મારા પરિવાર ઉપર અમારા પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકોની અભિનંદનની વર્ષા શરૂ થઇ ગઈ છે.
B.E. કમ્પ્યુટર સાયન્સ અને MBA સુધીનો અભ્યાસ કરનાર હર્ષ સલુજા GACLમાં એચ. આર. ઓફિસર તરીકે ફરજ બજાવે છે.