આજે સમગ્ર દેશ માં મેડિકલ રિપ્રેઝન્ટેટીવ્સ ની હડતાલ.

નવસારી તા.3 : કેટલીક વ્યાજબી માંગણી સાથે મેડિકલ રિપ્રેઝન્ટેટીવ્સ એ આજે દેશવ્યાપી હડતાલ નું એલાન કરી દીધું છે.દાવો નું માર્કેટિંગ અને ફિલ્ડ પર ફરજ બજાવતા એમ.આર એ તેમના લોકો ને સૂચન આપ્યું છે કે આજ ના દિવસે કોઈ ફિલ્ડ પર કાર્ય નહિ કરે અને જો કઈ કરતું હોય તો તેને રોકી દે સમગ્ર મામલા પર નજર નાખીયે તો એમ.આર ની જંગ ફાર્મા કંપની ની વિરુદ્ધ માં છે.

  • નવસારી માં પણ એમ.આર નો એક રસ વિરોધ જોવા મળ્યો હતો.

શું છે એમ આર ની ફાર્મા કંપની સામે માંગણી

  • એમ આર એ ફાર્મા કંપની ને ઓનલાઇન દાવો નું વેચાણ કરવા પર પ્રતિબંધ ની માંગણી કરી છે.
  •  ભારતીય કંપની અમેરિકા સાથે દવા ને લગતા તમામ વ્યવહાર ને બંધ કરે.
  • ભારતીય દવા કંપની માં વિદેશી રોકાણ પર પ્રતિબંધ લગાવે.
  • દવા ના ભાવ નીચા કરે અને તેને તેના મૂળ ભાવ પર વેચવામાં આવે.
  • દવા ના ગેરકાનૂની રીતે કરવામાં આવતી જાહેરાત ને બંધ કરવામાં આવે.
  • ફાર્મા કંપની દવા ને લઇ જે પણ વાંધાજનક વ્યાપાર કરતી હોય તેને બંધ કરવામાં આવે.

નવસારી માં એમ.આર દ્વારા આપવામાં આવેલ નિદેવન પત્ર. 

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com