સતત અફવાઓ અને અટકળોના દોર પછી છેવટે ચેન્નાઈ સ્થિત એપોલો હોસ્પીટલના તબીબો દ્વારા તામીલનાડુના મુખ્યપ્રધાન જયલલિતા જયરામનનું રાત્રે સાડા અગ્યારે નિધન થયું હતું.આજે સાંજે સાડા ચાર વાગ્યે જયલલિતાના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અમ્માના પાર્થિવ દેહનો ચેન્નાઈના રાજાજી હોલ ખાતે જનતાના દર્શન માટે રાખવામાં આવ્યો છે.અંતિમ સંસ્કારમાં દેશના વડાપ્રધાન સહીત પ્રણવ મુખર્જી, રાહુલ ગાંધી સહીત ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી રેહશે હાજર.જયલલિતાના નિધન બાદ બંને ગૃહ મંત્રાલયની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.તેમજ તમિલનાડુની તમામ શાળા તેમજ ઓફિસો ૩ દિવસ સુધી રેહશે સ્થગિત. જયલલિતાના નિધન બાદ તેમના નજીક ગણાતા પન્નીર સેલ્વેમ રાત્રે ૧:૩૦ કલાકે ૩૧ પ્રધાન સાથે રાજ્યપાલ વિદ્યાસાગર રાવ ના હસ્તક્ષે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે જયલલિતા રાજકીય ક્ષેત્રે ઘણું મોટું નામ છે. તેની સાથેજ શ્રધાંજલિ આપવા માટે મોટા રાજકીય પક્ષના લોકો ટ્વીટ ઉપર શોક જતાવી રહ્યા છે.સાથે પ્રધાનમંત્રીએ ટ્વીટ માં જણાવ્યું હતું કે “જયલલિતાના નિધનના કારણે હું ખુબજ દુઃખી છુ.તેમના નિધને ભારતીય રાજનીતિને શૂન્ય બનાવી દીધી છે. હું એ તમામ અસંખ્ય ક્ષણોને શોધીને રાખીશ. જેના થકી મને જયલલિતાજી ની સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો. ભગવાન તેમની આત્માને શાંતિ આપે”.