આજે PM મોદી વડોદરા આવશે ; ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો

0
31

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે તા.23 નવે.બુધવારના રોજ સાંજે 4 કલાકે વડોદરા આવશે અને નવલખી મેદાન ખાતે જનસભા સંબોધશે.

તેઓ હેલિકોપ્ટર મારફતે નવલખી મેદાનમાં બનાવેલા હેલીપેડ પર ઉતરી સભા સ્થળે પહોંચશે અને ત્યારબાદ બાય રોડ એરપોર્ટ ખાતે પહોંચશે.

મહત્વનું છે કે વડાપ્રધાને અગાઉ તા.18 જૂને લેપ્રસી મેદાનમાં સભાને સંબોધી હતી. ત્યારબાદ તેઓ 30 ઓક્ટોબરે લેપ્રેસી મેદાનમાં ડિફેન્સ એરક્રાફ્ટના ફાઇનલ એસેમ્બલી લાઈનના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
હવે ચૂંટણીને અનુલક્ષીને નવલખી મેદાન ખાતે જાહેરસભા કરશે અને ત્યારબાદ બાય રોડ એરપોર્ટ ખાતે પહોંચશે.

મોદીજીની વડોદરાની મુલાકાતે લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
એસપીજી કમાન્ડો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્ટેજ અને તેની આસપાસના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.