આને કહેવાય Luck : એક મજૂર રાતોરાત બની ગયો લખપતિ,13 કેરેટ ના મળેલા હીરા એ બદલી નાખ્યું જીવન

0
149

મધ્યપ્રદેશના પન્નાના જિલ્લાના કૃષ્ણા કલ્યાણપુર ની એક હીરાની ખાણમાં કામ કરતા મજૂરને ખાણમાંથી 13 કેરેટનો મોટો હીરો હાથ લાગતા તેનું કિસ્મત ચમકી ઉઠ્યું છે, અને ગરીબ માંથી આ પરિવાર રાતોરાત લખપતિ બની ગયો છે.
લગભગ 60 લાખ રૂપિયા નો મનાતો આ હીરો આદિવાસી ખેડૂત મુલાયમ સિંહને હીરો મળ્યો છે, તેમણે કહ્યું કે આ હીરામાંથી મળેલા પૈસાથી હવે તેઓ તેમના બાળકોને ભણાવશે અને ખેતી માટે જમીન ખરીદશે.
આ ઘટના અંગે હીરા પારખુ અનુપમ સિંહે જણાવ્યું કે આ સર્વોતમ ક્વોલિટીનો હીરો છે,જેને હરાજીમાં મુકવામાં આવશે.
13 કેરેટનો હીરો શોધનાર મજૂર મુલાયમ સિંહને કેટલા પૈસા મળશે? આ અંગેના સવાલનો જવાબ આપતા હીરા કાર્યાલયે જણાવ્યું કે જ્યારે હીરાની હરાજી થશે ત્યારે જે પૈસા મળશે તેના 12 ટકા કાપીને તમામ પૈસા મુલાયમને આપવામાં આવશે. જો હીરાની હરાજી 60 લાખમાં થશે તો મુલાયમને 52.80 લાખ રૂપિયા મળશે.
આમ એક મજૂર રાતોરાત લાખ્ખોપતિ બની જતા તેઓના પરિવાર માં ખુશી પ્રસરી ગઈ છે.