‘આપ’ના CM ચહેરો એવા ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે

0
51

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ હાલ ફોર્મ ભરવાનું ચાલુ છે ત્યારે પહેલા તબક્કાની 89 બેઠકોના મતદાનમાં ઉમેદવારોના ફોર્મ ભરવાની આવતીકાલે સોમવારે છેલ્લી તારીખ છે તેવા સમયે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા એવા ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડનાર હોવાનું જાણવા મળ્યું છે.

ઇસુદાન ગઢવી આવતીકાલે પોતાના સમર્થકો સાથે ચૂંટણી ફોર્મ ભરવા જશે.
મહત્વનું છે કે આમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ 182 બેઠકો પર ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખી જંગમાં ઝંપલાવ્યું છે ત્યારે ત્રિ પાંખિયા જંગમાં કોણ ફાવશે તેતો સમયજ કહેશે.