આર.બી.આઈ. વ્યાજદર ઘટાડશે તો થોડી રાહત થઇ શકશે તે મુજબની લોકોની અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યું છે. અને મળતા અહેવાલો પ્રમાણે આર.બી.આઈ. હાલના તબક્કે વ્યાજદરમાં ઘટાડો નહિ કરે. બલ્કે વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આ મુજબના બહાર આવેલા અહેવાલોને લઈને સબંધિત વર્તુળોમાં નારાજગી પ્રસરી ગઈ છે. સત્તાવાર જાહેરાત બાદ મોંઘવારીમાં વધારો થવાની શક્યતા ઉભી થઇ શકે છે.