આવું તો માત્ર સુરતમાં જ થાય!! આઈ ડી પ્રૂફ લઈને આવો અને મેળવો બ્રાઈડલ માટેની તમામ બ્યુટી ટ્રીટમેન્ટ ફ્રી

સુરતના આ સલૂનમાં છે બ્રાઈડલ માટે તમામ બ્યુટી ટ્રીટમેન્ટ ફ્રી

સુરતના ચૌટાપુલ પાસે આવેલા k2 Beauty Baar માં 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈની 143 જન્મજયંતિ નિમિતે મહિલાઓ માટે ફ્રી બ્રાઈડલ પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકેજનો લાભ ફક્ત સુરતની મહિલાઓ જ નહી પણ સમગ્ર ગુજરાતની મહિલાઓ લઈ શકશે. જેમાં હેર કટથી માંડીને ફેશિયલ અને બ્લીચ સુધીની તમામ બ્યુટી ટ્રીટમેન્ટ ફ્રીમાં કરી આપવામા આવશે. આ પેકેજનો લાભ લેવા માટે મહિલાઓએ ફક્ત તેમનું આઈડી પ્રુફ અને એક ફોટો સાથે લાવવાનો રહેશે.

સલૂનનું નામ સાંભળતાની સાથે જ નાના વર્ગની મહિલાઓએ તેમના બજેટમાં બાર્ગેનીંગ કરવું પડતું હોય છે, પણ હવે તેની કોઈ જરુર નથી. સુરતના આ સલૂનમાં દુલ્હનો તેમના બ્યુટી ટ્રીટમેન્ટના ખર્ચને બચાવી શકશે. જેમાં બ્રાઈડલ પેકેજમાં તેમને હેરકટ,બ્લીચ, ફેશિયલ, બોડી વેક્સ, મેક-અપ અને હેર સ્ટાઈલથી માંડીને તમામ ઼ટ્રીટમેન્ટ ફ્રી માં કરી આપવામાં આવશે.

આ સલૂનના હેર સ્ટાઈલ એક્સપર્ટ કેતન હિરપરાએ satyaday સાથે વાત કરતા જણાવ્યું હતું કે ‘પહેલા હું મારા બિઝનેેસ માંથી અમુક ટકા દાન કરતો હતો. પછી ખ્યાલ આવ્યો કે મહિલાઓ પ્રોફેશનલ સલૂનને ખૂબ ખર્ચાળ સમજતી હોય છે. આ ભ્રમ દુર કરવા અને શહેરની મહિલાઓને તક મળી રહે તે માટે આ પ્રકારનું આયોજન કર્યું છે. મારા સલૂનમાં કોઈ પણ સમાજ કે જ્ઞાતિની મહિલા કોઈ પણ પ્રકારના ખર્ચ વિના ફ્રી બ્રાઈડલ પેકેજનો લાભ લઈ શકશે’.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com