આ છે દુનિયાનો પહેલો સ્માર્ટ ફોન, જુઓ શું હતી કિંમત

આજના યુગમાં સ્માર્ટ ફોન જીંદગીનો એક હિસ્સો બની ગયું છે.  હાલ એવુ ભાગ્યે જ કોઈ હશે કે જે સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતો હોય. આજે એજ સ્માર્ટફોનનો જન્મદિવસ છે કેમકે આજે દુનિયાનો પહેલો સ્માર્ટફોન IBM Simon આજના જ દિવસે અમેરિકામાં લૉન્ચ થયો હતો.

‘સ્માર્ટફોન’ શબ્દનો ઉપયોગ 1997થી શરૂ થયો જ્યારે IBM Simonને લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનની ખુબીઓના કારણે તેને સ્માર્ટફોન નામ મળેલ છે. જો આજના સ્માર્ટફોન સાથે તેની સરખામણી કરવામાં આવે તો કદાચ પહેલો સ્માર્ટફોન તેની સરખામણીમાં આદમયુગનો ફોન હોય તેવુ લાગે. પણ મોબાઈલ ક્રાન્તીના કારણે આ ઐતિહાસિક પગલુ હતુ.

આ સ્માર્ટફોનને IBM અને અમેરિકાની સેલ્યુલર કંપની બેલસેલ્ફે ડેવલોપ કર્યો હતો. આ ફોનની બેટરી એક કલાક ચાલતી હતી. 510 ગ્રામનો વજન ધરાવતો આ સ્માર્ટફોવન લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં 8×2.5×1.5 ઈચનો હતો આ ફોનના 50 હજાર યુનિટનું વેચાણ થયુ હતુ. ઓક્ટોબર 1995માં આ ફોનને બંધ કરી દેવામાંઆવ્યો હતો. તેની કિંમત 1099 ડૉલર હતી. બે વર્ષના સર્વિસ કોન્ટ્રાક્ટ સાથે તેની કિંમત 899 ડૉલર હતી.
Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com