આ મોદીજીના ફેન કહે છે કે “અમારે ફ્રી કંઈ ન જોઈએ,ભલેને પેટ્રોલ ₹150 થઈ જાય ! અમારે ‘સિંહ’ જોઈએ ‘ગધેડા’ નહિ!”

0
60

ગુજરાતમાં હાલ વડાપ્રધાન મોદીજી પ્રચારમાં છે ત્યારે તેમના ફેન મોદીજીની ઝલક જોવા દરેક સભામાં આવે છે અને સાથે ગિફ્ટ પણ લાવતા હોય છે.

આવુજ કઈક કાલે વડોદરામાં જોવા મળ્યું અહીં વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા મોદીના એક ફેન એવા કે.ડી પટેલ હાથમાં મોદીજી અને તેમના માતા હીરાબા નો ફોટો હાથમાં લઈ ઉભેલા જોવા મળ્યા હતા.

પત્રકારે જ્યારે તેમને પૂછ્યું તો તેઓએ જણાવ્યું હતું કે, હું મોદીને ફોટો ગિફ્ટ આપવા માટે આવ્યો છું. મારો ફોટો મોદી પાસે પહોંચે તો સારું. અમને તો ખબર જ છે કે ભાજપ જ જીતવાનો છે. મોદી સરકાર છે, ત્યાં સુધી મોદી જ જીતવાના છે.
આજે લગ્ન જેવો ઉત્સાહ લાગે છે. મોદીનું ભાષણ સાંભળીને અમને ખૂબ આનંદ થાય છે.
બહારના લોકો જે ફ્રીમાં વસ્તુ આપવાની વાત કરે છે, તેમને ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે.

ગુજરાતીઓ કોઈ લાલચમાં આવે નહિ આ દિલ્હી કે પંજાબ નથી કે, ફ્રીની લાલચમાં પડશે. અમને પણ ખબર છે અને આખા દેશે જોયું છે કે, આખા પંજાબમાં અને દિલ્હીમાં શું હાલત થઈ છે અને એ હાલત અમારે ગુજરાતમાં નથી કરવાની.
જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે, ત્યાં સુધી ગુજરાતની અંદર કોઈને મેળ પડશે નહીં.

અને રહી વાત મોંઘવારીની તો અમને 150 રૂપિયા પેટ્રોલ થશે તો પણ અમને પોષાશે કારણ કે, સિંહના ખર્ચા મોંઘા હોય છે, તો સિંહને વેચીને ગધેડા ન પળાય. (મોદીજી)તો સિંહ છે. ગુજરાત અને ભારતનું દેશ-વિદેશમાં નામ રોશન કર્યું છે.
આમ,મોદીજીના ફેન કહી રહ્યા છે કે 150 રૂપિયા પેટ્રોલનો ભાવ થઈ જાયતો પણ અમને તો મોદીજી જ જોઈએ.
જનતાને ફ્રી સગવડ આપવાની વાત કરતા આમ આદમી વાળા ન જોઈએ પછી ભલેને મોંઘવારી ગમે તેટલી વધે તે ચાલશે.