ઇરાનમાં સગીરાઓ અને યુવતીઓએ જાહેરમાં વાળ કાપ્યા,મૌલવીઓને અભણ ગણાવ્યા, નવા યુગની પ્રસરી લહેર 

0
69

ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ પોલીસ કસ્ટડીમાં લેવાયેલી 22 વર્ષીય મહિલા માહસા અમીનીના મૃત્યુ બાદ આખા દેશમાં ‘એન્ટિ હિજાબ’ આંદોલન શરૂ થઈ ગયું છે. વિરોધમાં મહિલાઓ માર્ગો પર ઉતરી હિજાબ બાળી રહી છે અને તેમના વાળ પણ કાપી રહી છે. દુનિયામાં ઈરાન અને અફઘાનિસ્તાન બે જ એવા દેશ છે જ્યાં હિજાબ ફરજિયાત છે.

ઈરાનના લગભગ 21 હજાર લોકો દર વર્ષે બીજા દેશોમાં જવા માટે અરજી કરે છે,તેમાં 15 હજાર મહિલાઓની અરજી હોય છે.કેમ કે ઈરાનની યુનિવર્સિટીમાં 50 ટકા મહિલાઓનું એનરોલમેન્ટ પણ વર્કફોર્સમાં તેમની ભાગીદારી માત્ર 17 ટકા છે.

નુસખા: હિજાબ ન પહેરે તો 35 હજાર રૂ.નો દંડ

ઓગસ્ટ 2022થી જ હિજાબ ન પહેરવા પર લગભગ 35 હજાર રૂ.નો દંડ પણ લાગુ કર્યો. તે 74 કોરડા અને 10 વર્ષની જેલની સજાથી અલગ છે.

જાહેર સ્થળોએ હિજાબ તપાસ માટે ગશ્ત-એ-ઈરશાદ(મોરલ પોલીસ) પણ રહે છે.તેમાં મહિલાઓ સામેલ હોય છે. આ મહિલાઓને બસઈઝ કહેવાય છે.

વર્કિંગ મહિલાઓ હિજાબ પહેરે તેની જવાબદારી સંબંધિત ઓફિસની રહે છે. ગત બે વર્ષમાં 855 ઓફિસો બંધ કરી દેવામાં આવી હતી.

આમ,હવે આવા નિયંત્રણો ને આજની યુવા પેઢી વિરોધ કરી રહી છે તેઓએ કહ્યું કે ઈરાનના મૌલવીઓ માત્ર જૂનું ધાર્મિક શિક્ષણજ ભણ્યા હોય તેસિવાય આજનું શિક્ષણ જાણતા નથી તેથી કહી શકાય કે તેઓ ભણેલા-ગણેલા નથી હોતા અને જુનવાણી વિચારના હોય તે મહિલાઓને અધિકારો આપવા વિરુદ્ધ છે.

આમ,ઇરાનમાં નવી પેઢીની યુવતીઓ અને સગીરાઓ એ બળવો પોકારતા એક નવા યુગની લ્હેર પ્રસરી છે.