ઇરાનમાં હિજાબ વિરૂદ્ધ જોરદાર સંઘર્ષ,૩૧ના મોત

0
64

ઈરાનમાં હિજાબ સામે જોરદાર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે અને નવી પેઢીનું માનવું છે કે હવે આવું બધું નહિ ચાલે દરેક સ્વતંત્ર નિર્ણય લેવા બંધાયેલા છે કોઈ ફરજ ના પાડી શકે.

16 સપ્ટેમ્બરથી શરૂ થયેલા હિજાબ સામેના વિરોધ પ્રદર્શનમાં હવે મહિલાઓ સાથે પુરુષો પણ સામેલ થયા છે. હવે આ વિરોધ પ્રદર્શન 15 શહેરોમાં ફેલાઈ ગયું છે.

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથળામણ થતા આંદોલન કરી રહેલા લોકોને રોકવા માટે પોલીસે ગોળીઓ ચલાવી હતી.

ગુરુવારે ફાયરિંગમાં 3 પ્રદર્શનકારીઓના મોત થઈ ચૂક્યા છે. 5 દિવસમાં મરનારોની સંખ્યા 31 થઈ ગઈ છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

આ મામલો 13 સપ્ટેમ્બરે શરૂ થયો કે જ્યારે ઈરાનની 22 વર્ષની એક યુવતી મહસા અમિનીની હિજાબ ના પહેરવા પર પોલીસે ધરપકડ કરી હતી. તેના 3 દિવસ પછી, એટલે કે 16 સપ્ટેમ્બરે તેની લાશ તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.

સોશિયલ મીડિયાના માધ્યમથી આ મામલો લોકો સુધી પહોંચ્યો હતો અને હવે આ વિવાદના કારણે 31 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

હિજાબ સામે અવાજ ઉઠાવનાર ૨૨ વર્ષીય યુવતીને પોલીસ ઉચકી ગઇ અને મોત થયું પરિણામે હવે યુવાનો અને યુવતીઓ મૃતક યુવતીના સમર્થનમાં આવી છે અને જાહેરમાં હિજબનો બહિષ્કાર કરી હિજાબ સળગાવી રહી છે અને હવે હિજાબ વગર જાહેર માં નીકળી કાયદાનો વિરોધ કરી રહી છે તેઓ ફરજિયાત હીજબનો કાયદો રદ કરવા માંગ કરી રહ્યા છે.