ઉંઝામાં સિમેન્ટમાંથી તૈયાર થતું હતું જીરું!ફૂડ એન્ડ ડ્રગ્સની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો

0
38

આજકાલ રૂપિયા ખર્ચીને પણ શુદ્ધ ખાદ્યવસ્તુઓ ખરીદી શકતા નથી અને ભેળસેળ વાળું આરોગી રહયા છે ત્યારે
મહેસાણા જિલ્લાના ઊંઝાના દાસજ ગામેથી નકલી જીરાનું ગોડાઉન ઝડપાયું ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા છે અહીં નકલી જીરું બનાવવા સિમેન્ટ નો ખતરનાક રીતે ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે.

ઊંઝાના દાસજ ગામમાં મંગલમુર્તિ ગોડાઉનમાં નકલી જીરું તૈયાર કરવામાં આવતું હોવાનું તપાસમાં ખુલ્યું છે અહીં વરીયાળીમાં સિમેન્ટ-ગોળની ભેળસેળ કરી જીરું બનાવાતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

દાસજના મંગલમૂર્તિ નામના 13 નંબરના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ પાડીને કુલ 48 બોરી જપ્ત કરી હતી. જેમાં કુલ 3360 કિલોગ્રામ નકલી જીરું મળી આવ્યું છે.

મંગલમુર્તિ ગોડાઉનનો માલિક જય પટેલ નકલી જીરું બનાવતો હોવાની વાત સામે આવી છે. ફૂડ વિભાગ દ્વારા નકલી જીરું જપ્ત કરીને ગોડાઉનને સીલ મારવામાં આવ્યું છે. તો નકલી જીરું બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરાતા ગોડાઉનના માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આમ,સિમેન્ટ કે જે મકાનના બાંધકામમાં વપરાય છે અને તેનો ખાવામાં ઉપયોગ થતો નથી તેમછતાં થોડા રૂપિયાની લાલચમાં આવી જઈ માણસ જ માણસનો દુશ્મન બની ગયો છે.