ઉકાઈ ડેમની સપાટી હાઇએલર્ટ લેવલ 340.84 ફૂટને પાર, ડેમમાંથી 1.38 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ

0
39

 

છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઉકાઇ ડેમમાં 2 લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી હાઇએલર્ટ લેવલ 340.84 ફૂટને પાર થઇ જતા જવાબદારો એલર્ટ થઇ ગયા છે. હાલ ડેમની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 4 ફૂટ દૂર હોય ડેમમાંથી 97 હજાર ક્યુસેક પાણી છોડવાનું બે દિવસથી શરૂ છે.
હજુ ચોમાસું પૂર્ણ થયું નથી ત્યારે ડેમ આગામી દિવસોમાં સંપૂર્ણ ભરી દેવાઇ તેવી શક્યતા છે.

હાલમાં ઉકાઇ ડેમ 90 ટકા ભરાઇ ગયો છે. ડેમમાં 6675 એમસીએમ પાણીનો સંગ્રહ થઇ ગયો છે. સુરત શહેર-જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને સિંચાઇ અને પીવાના પાણી માટે વર્ષે સરેરાશ 3000 એમસીએમ પાણીની જરૂરિયાત સામે હાલમાં ડેમમાં બે વર્ષ ચાલે એટલું (6675 એમસીએમ) પાણી સંગ્રહ થઈ ગયું છે. દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઉપરથી પાણી મોટી માત્રામાં ડેમમાં આવતા મોડી રાત્રે ઉકાઈ ડેમમાંથી 1.38 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે.