Wednesday, January 27, 2021
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Display

ઉત્તરાયણની ઉજવણી અંગેના નિયમો, વાંચી લો શું કરવુ અને શુ ન કરવું

Satya Day by Satya Day
January 8, 2021
in Display, Gujarat
0
ઉત્તરાયણની ઉજવણી અંગેના નિયમો, વાંચી લો શું કરવુ અને શુ ન કરવું
0
SHARES
1.2k
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદઃ ઉત્તરાયણની ઉજવણીનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારની ઉત્તરાયણ સંબંધિત માર્ગદર્શિકા માન્ય રાખી તેનું યોગ્ય પાલન કરાવવા નિર્દેશ આપ્યો છે. આજે ગુજરાત હાઇકોર્ટમાં ઉત્તરાયણ પર્વ પર પ્રતિબંધની માંગ સાથે થયેલી અરજી મુદ્દે સુનાવણી હાથ ધરાઇ હતી. જે દરમ્યાન એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા કામ કરી રહી છે.

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મકરસંક્રાંતિ 2021 દરમિયાન પતંગ કે દોરી ન વેચવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી મુદ્દે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.

જેમાં સોસાયટી કે ફ્લેટના રહીશો સિવાય અન્ય કોઈ વ્યક્તિ ધાબા પર પતંગ ચગાવી શકશે નહિ. હાઇકોર્ટે સરકારને સહેજ સુધારા સાથે આ મુદ્દે પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો છે.

Loading...

ઉત્તરાયણને લઈને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરાયેલા નિર્દેશ

1. જાહેર સ્થળો-રસ્તાઓ અ્ને ખૂલા મેદાનો પર પતંગ ચગાવવાની મંજૂરી નહીં.

2. કોરોનાના પગલે ઉત્તરાયણની ઉજવણી માત્ર કુટુંબની નજીકના સભ્યો સાથે જ કરવાની રહેશે.

3. માસ્ક વિના કોઇ પણ વ્યક્તિઓ પતંગ ચગાવવા માટે સોસાયટી-ફ્લેટના ધાબા પર ભેગા થવાનું નહીં.

4. ફરજિયાત સામાજિક અંતરના નિયમો અને સેનિટાઇઝર્સની વ્યવસ્થા કરવાની રહેશે.

5. ફ્લેટ કે સોસાયટીના રહીશો સિવાયના કોઇ મેમ્બર્સ-મહેમાનોને ધાબા-અગાશી પર મંજૂરી નહીં. જો આ નિયમનો ભંગ થશે તો સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને જવાબદાર ગણી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.

6. ફલેટ કે સોસા.ના ધાબા પર મોટી સંખ્યામાં લોકોના મેળાવડા પર પ્રતિબંધ.

7. લાઉડસ્પીકર્સ, ડીજે અને મ્યુઝિક સિસ્ટમનો વપરાશ કરવો નહીં.

8. 65 વર્ષથી વધુની વ્યક્તિઓ, કો-મોર્બિડિટીઝ સાથેની વ્યક્તિઓ, ૧૦ વર્ષથી નાના બાળકોને ઘરની અંદર રહેવાની ભલામણ.

9. રાઇટિંગ, સ્લોગન કે કોઇ પ્રકારના ફોટા પતંગ પર લગાવવા નહીં, જેથી કોઇની ભાવનાઓને ઠેસ ન પહોંચે.

10. ચાઇનિઝ તુક્કલ, સિન્થેટિક કાંચ અ્ને પ્લાસ્ટિકના માંજા(દોરી) પર પ્રતિબંધ.

11. રાયપુર, જમાલપુર, ટંકશાળ, નરોડા વગેરે વિસ્તારોમાં ભરાતા પતંગબજારોમાં જતાં લોકોએ કોવિડ પ્રોટોકોલ્સનો અમલ કરવાનો રહેશે. પોલીસને મદદરૂપ થવાના રહેશે.

12. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતે રાત્રિ કરફ્યૂ માટેના નિયમોનો કડક અમલ કરવાનો રહેશે.

13. ડ્રોન, સીસીટીવીની મદદથી ઉક્ત તમામ નિયમોની અમલવારી થાય છે કે કેમ તેનું સઘન પેટ્રોલિંગ અને સર્વેલન્સ રખાશે.

14. જો કોઇ વ્યક્તિ આ નિયમો, સૂચનોનો ભંગ કરતાં જણાશે તો તેની સામે આઇપીસી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયે દંડાત્મક કાર્યવાહી થશે

ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશમાં નોંધ્યું કે તેઓ કોઈની આજીવિકા પર તરાપ મારવા માંગતા નથી. પરંતુ કોરોના ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના નિર્દેશોને વાજબી ગણાવ્યા હતાં.

Download WordPress Themes
Download Nulled WordPress Themes
Download WordPress Themes
Download Best WordPress Themes Free Download
online free course
download karbonn firmware
Download WordPress Themes Free
free online course

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)

Like this:

Like Loading...
ADVERTISEMENT
Previous Post

આખરે ગુજરાત માં બર્ડ ફલૂ ની એન્ટ્રી : ભોપાલ લેબ માં મોકલાયેલા સેમ્પલ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ માં દોડધામ

Next Post

રિયા ચક્રવર્તીની જિંદગી સામાન્ય બની રહી છે, મિત્રો સાથે બર્થડે પાર્ટીમાં જોવા મળી; જુઓ તસવીરો

Next Post
રિયા ચક્રવર્તીની ધરપકડ, ત્રણ દિવસની પૂછપરછ બાદ NCBની કાર્યવાહી

રિયા ચક્રવર્તીની જિંદગી સામાન્ય બની રહી છે, મિત્રો સાથે બર્થડે પાર્ટીમાં જોવા મળી; જુઓ તસવીરો

POPULAR NEWS

  • આગામી 30 જાન્યુઆરીએ બપોરે 11 વાગે થંભી જશે સંપૂર્ણ ભારત દેશ, જાણો શું થવાનું છે…

    આગામી 30 જાન્યુઆરીએ બપોરે 11 વાગે થંભી જશે સંપૂર્ણ ભારત દેશ, જાણો શું થવાનું છે…

    0 shares
    Share 0 Tweet 0
  • ચાઇના બ્રહ્મપુત્રા નદી પર ડેમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે, ભવિષ્યમાં ભારત સાથે યુદ્ધનો ખતરો!

    0 shares
    Share 0 Tweet 0
  • AHMEDABAD : જુહાપુરાના ફતેહવાડીમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર જાનલેવા હુમલો ! એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત !

    0 shares
    Share 0 Tweet 0
  • લોકડાઉનથી લોકોની બચત વધી, 20 વર્ષની ટોચ પર પહોંચી

    0 shares
    Share 0 Tweet 0
  • તારીખ 21/01/2021 થી શરૂ થશે ગુપ્ત નવરાત્રી, શુ છે આ નવરાત્રી નું મહત્વ જાણો શાસ્ત્રી કેયુર ભટ્ટ શુ કહે છે

    0 shares
    Share 0 Tweet 0
  • ઓવૈસી ની નજર હવે ગુજરાત ઉપર ; ભરૂચ-અમદાવાદ માં ગજવશે સભા !! મુસલમાનો, દલિતો અને આદિવાસીઓ નો વિકાસ કરવાની જાહેરાત

    0 shares
    Share 0 Tweet 0
  • GUJARAT : ભાજપમાં પણ હવે ચાલશે પરિવાર વાદ કે શું ? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પોતાના પુત્ર જૈવલ ભટ્ટ માટે માંગી ટીકીટ !

    0 shares
    Share 0 Tweet 0
Loading...
SATYA DAY

Follow us on social media:

© 2020 Satyaday Power by Byteweb

No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona

© 2020 Satyaday Power by Byteweb

%d bloggers like this: