ઉધના-સુરત વચ્ચે રેલવેમાં ટેકનિકલ ખામી આવવાથી રેલ વ્યવહાર ઠપ

એક કલાક રેલ વ્યવ્હાર બંધ રહ્યો, લોકોમાં અવ્યવસ્થાનો માહોલ

આ રોજ ઉધના -સુરત વચ્ચે ટેકનિકલ પ્રોબ્લેમ આવી જવાથી રેલ વ્યવ્હાર ખોરવાઈ ગયો હતો.  જેમાં રેલ્વેની ઓવરહેડ લાઈનમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવી જવાથી લગભગ એક કલાક સુધી વાહન વ્યવ્હાર બંધ રહ્યો હતો. જેના કારણે લોકોમાં અવ્યવસ્થા સર્જાઈ હતી.

ઉધનાથી સુરત તરફ જતી રેલવેમાં સાંજના 6 વાગ્યે ટેકનિકલ ખામી આવવાથી 6 થી 7 ના સમયગાળા દરમિયાન ટ્રેન વ્યવ્હાર અટકી ગયો હતો અને મુસાફરોને અવ્યવસ્થાનો સામનો કરવો પડવો હતો. જો કે હાલ ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાની ટ્રેન ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. મુસાફરોએ રાહતનો શ્વાસ લીઘો હતો.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com