ઉધમપુરના માનસર નજીક બસ બેકાબૂ થઈને પલટી ખાઈ જતાં એક વ્યક્તિનું મોત થયું છે અને સ્કૂલના બાળકો સહિત 41 મુસાફરો ઘાયલ થયા છે.
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ મોંગરીથી ઉધમપુર તરફ જઈ રહેલી બસ માનસર વળાંક પર પલટી ખાઈ ખાઈ ગઈ હતી.
ઘાયલોમાં કેટલાંક સ્કૂલનાં બાળકો પણ સામેલ છે કે જેઓ સવારે શાળાએ જવા બસમાં નીકળ્યા હતા.
અકસ્માતની માહિતી મળતાની સાથે જ ઘાયલોના સંબંધીઓ હોસ્પિટલ પહોંચવા લાગ્યા છે.