એક તરફ આખો દેશ વીરોને ગુમાવવા શોકમગ્ન અને દુઃખી છે ત્યારે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ગોવામાં નાચી રહ્યા છે !!! ભાજપ અને લોકોમાં પ્રિયંકા ટ્રોલ થયા !

0
149

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલ ગોવા ના પ્રવાસે છે ત્યારે લોક-કલાકારો સાથે હસી હસી ને નાચવાનો મામલો વિવાદાસ્પદ બન્યો છે આ તસવીરો સામે આવ્યા બાદ પ્રિયંકા ગાંધી ભાજપ ના નિશાના ઉપર આવી ગયા હતા અને લોકો માં પણ ટ્રોલ થઈ રહયા છે.


ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ પ્રિયંકા ગાંધીની ટીકા કરતાં લખ્યું હતું કે 26/11 સમયે રાહુલ ગાંધીએ પણ મોડી રાત સુધી પાર્ટી કરી હતી. ભાઈની જેમ પ્રિયંકા ગાંધી પણ અત્યારે એવા સમયે ગોવામાં ડાન્સ કરી રહ્યાં છે. જ્યારે સમગ્ર દેશ CDS જનરલ બિપિન રાવતના આજ સમયે થઈ રહેલા અંતિમસંસ્કારને લીધે શોકમગ્ન છે.


ભાજપ પ્રવક્તા શહજાદે પણ પ્રિયંકા ગાંધીના આ નાચ ને લઈ આકરી પ્રતિક્રિયા આપી હતી તેમણે લખ્યું હતું કે એક તરફ આખો દેશ વીરોને ગુમાવવા શોકમગ્ન અને દુઃખી છે તેમજ CDS બિપિન રાવતનાં અંતિમદર્શનના સમયે સમગ્ર દેશની પ્રજાની આંખમાં આંસુ છે. તેઓ આ દુઃખદ ઘટના પણ પોસ્ટ કરી શક્યા હોત પણ, પ્રિયંકા ગાંધી હસી રહ્યા છે, નાચી રહ્યા છે અને જશ્ન મનાવી રહ્યા છે તે દુઃખદ છે.

ભાજપના મીડિયા સલાહકાર શલભ મણિ ત્રિપાઠી લખ્યું હતું કે રાષ્ટ્ર ક્ષતિથી જ્યારે સમગ્ર દેશ ગમગીન છે, દુઃખી છે, રડી રહ્યો છે ત્યારે ગોવાથી આવી રહેલી આ જશ્નની તસવીરો હૃદયને આઘાત પહોંચાડી રહી છે. દેશ અને વીર સેના માટે તમારી ભાવના પર આશંકા જન્માવે છે.
આમ ગોવા માં કલાકારો સાથે ડાન્સ કરવા મામલે પ્રિયંકા ભાજપ ના નિશાના ઉપર આવી ગયા છે અને ટ્રોલ થઈ રહયા છે.