એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર (EMRC), ગુજરાત યુનિવર્સિટી દ્વારા “ડીઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડીજીટલ કન્ટેન્ટ” વિષય પર નેશનલ સેમીનાર યોજાયો

0
21

મેસીવ ઓપન ઓનલાઈન કોર્સ (MOOCs) ડેવલપમેન્ટના સંદર્ભમાં ઈ.એમ.આર.સી ગુજરાત યુનિ. દ્વારા નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 16 અને 17 માર્ચ 2023ના રોજ યોજાશે. કોન્સોર્ટિયમ ફોર એજ્યુકેશનલ કોમ્યુનિકેશન (CEC), નવી દિલ્હીના સહયોગથી ગુજરાત યુનિવર્સિટીના ઝૂઓલોજી ઓડિટોરિયમ ખાતે સેમિનારનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ રાષ્ટ્રીય પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય અધ્યાપકો દ્વારા શૈક્ષણિક ડીજીટલ કન્ટેન્ટ ડેવલપમેન્ટમાં રૂચી વધે અને તેમનું તૈયાર કરાયેલું ડીજીટલ કન્ટેન્ટ ભારતભરના વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે છે.

રાષ્ટ્રીય સેમિનારનું ઉદઘાટન પ્રો. ડૉ. જગત ભૂષણ નડ્ડા, ડાયરેક્ટર, CEC-UGC, નવી દિલ્હી દ્વારા કરવામાં આવ્યું, જે દરમ્યાન પ્રો. ડૉ. હિમાંશુ પંડ્યા વાઇસ ચાન્સેલર, ગુજરાત યુનિ., શ્રી નરેશ દવે, ડાયરેક્ટર,ઈ.એમ.આર.સી.અને શ્રી સમીર સહસ્ત્રબુદ્ધે,પ્રોફેસર,આઈ.આઈ.ટી.ગાંધીનગર હાજર રહ્યા. ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. પંડ્યાએ તેમના સંબોધનમાં જણાવ્યું કે શૈક્ષણિક કન્ટેન્ટ ડેવલપમેન્ટ એ હંમેશા વિદ્યાર્થીલક્ષી હોવવું જોઈએ, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે “આ ડિજિટલ ડિલિવરી સિસ્ટમમાં અધ્યાપકોએ પહેલા ગ્રાહકને સમજવાની જરૂર છે (જે આપણા વિદ્યાર્થીઓ છે). આપણે ડિજિટલ કન્ટેન્ટ ડેવલપમેન્ટમાં હજી ઘણું સારું કરી શકીએ છીએ, આપણી પાસે વિશાળ તકો છે. ઉચ્ચ શિક્ષણ માટે ડિજિટલ સામગ્રી તૈયાર કરતી વખતે પ્રથમ અને મુખ્ય બાબત એ છે કે વિદ્યાર્થીઓ અને તેમની જરૂરિયાતોને સમજવી. સેમિનારના મુખ્ય અતિથિ પ્રો. જે.બી. નડ્ડાએ ભારતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં CEC અને EMRCsના યોગદાન વિશે વાત કરી હતી.

આવનારા સમયમાં ભારત સરકાર દ્વારા શરુ થવા જઈ રહેલ ડિજિટલ યુનિવર્સિટી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ યુનિ. માટેનું શૈક્ષણિક કન્ટેન્ટ ડેવલપમેન્ટ અત્યારથી જ ચાલુ થઇ ગયું છે જેમાં સી.ઈ.સી. અને ઈ.એમ.આર.સી. દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે. બે દિવસીય આ રાષ્ટ્રીય સેમિનાર દરમ્યાન ઇન્ટરેક્ટિવ વીડિયો પ્રોડક્શન, MOOCs પ્રપોઝલ રાઇટિંગ, ડિજિટલ કન્ટેન્ટ ડેવલપમેન્ટ ના મહત્વનાં પાસાઓ, શિક્ષણમાં કૉપિરાઇટ મુક્ત સામગ્રીનો ઉપયોગ વગેરે વિષય પર નિષ્ણાતો દ્વારા થીયેરી અને પ્રેક્ટીકલ સેશન લેવાશે.. આ સત્રો માટે IIT ગાંધીનગર, MIT પુણે અને વિદ્યાલંકાર મુંબઈ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિષય નિષ્ણાતો હાજર રહેશે.