એલન મસ્કના ડ્રીમ પ્રોજેક્ટ: મનુષ્યના મગજમાં ચિપ લાગશે

0
299

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક 256 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા વ્યક્તિ માનવ મગજમાં ચિપ નાખવાની તૈયારી કરી રહ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટેક્નોલોજી દ્વારા વ્યક્તિ આંગળીઓ કરતાંય વધુ ઝડપથી ફોન ચલાવી શકશે. એલન મસ્કની કંપની ન્યુરાલિંક આ મગજની ચિપનું માનવો પર પરીક્ષણ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.વર્ષ 2016માં એલોન મસ્કએ આ સ્ટાર્ટઅપની સ્થાપના કરી હતી. આ ચિપ પેજર નામના વાંદરાની અંદર અને ડુક્કરની અંદર લગાવવામાં આવી અને તે કામ પણ કરી રહી છે.એલન મસ્કનું કહેવું છે કે આ ચિપની મદદથી પેરાલિસિસથી પીડિત વ્યક્તિ પોતાની આંગળીઓ વડે મગજ કરતાં વધુ ઝડપથી સ્માર્ટફોન ચલાવી શકશે.આ સ્ટાર્ટઅપ હવે માનવો પર આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે ક્લિનિકલ ટ્રાયલ્સ માટે સીધી ભરતી કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.ક્લિનિકલ ટ્રાયલના ડિરેક્ટર તરીકે ન્યુરાલિંકની પ્રથમ ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ સૌથી પ્રતિભાશાળી ડૉક્ટરો ટોચના એન્જિનિયરો અને મનુષ્યો સાથે કામ કરવા મળશે. ડિરેક્ટરને ફ્રેમોન્ટ કેલિફોર્નિયામાં કામ કરવું પડશે. ટેક્નોલોજીની મદદથી જે લોકો બીમારીના કારણે ચાલી શકતા નથી તેઓ ફરીથી આ પ્રોજેક્ટ સક્સેસ થયાં પછી ચાલી શકશે.

મસ્કે એવી પણ જાહેરાત કરી કે માનવ મગજમાં કોમ્પ્યુટર ચિપ લગાવવાની યોજના આ વર્ષના અંત સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. મસ્કએ કહ્યું કે જો બધું બરાબર રહ્યું તો ન્યુરાલિંક નામથી શરૂ કરેલા મગજના કોમ્પ્યુટર ઈન્ટરફેસ સ્ટાર્ટઅપનું હ્યુમન ટ્રાયલ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે.મસ્કે આ સ્ટાર્ટઅપ 2016માં સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં શરૂ કર્યું. તેના દ્વારા અલ્ઝાઈમર ડિમેન્શિયા અને કરોડરજ્જુની ઇજાઓ જેવી ન્યુરોલોજીકલ સમસ્યાઓની સારવાર માટે માનવ મગજમાં કોમ્પ્યુટર ઈન્ટરફેસ ઈમ્પ્લાન્ટ કરવાનું લક્ષ્ય છે.આ પ્રોજેક્ટ સાથે મસ્કનું લાંબા ગાળાનું ધ્યેય માનવ અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ વચ્ચેના સંબંધની શોધ કરવાનો છે.ન્યુરાલિંક ઇમ્પ્લાન્ટ સલામતી સુનિશ્ચિત કરવા પૂરતી ઝડપ વધારવાનું કાર્ય હાથ ધરી રહી છે.તે યુએસના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) સાથે સંપર્કમાં છે. જો બધું જ ઠીક રહ્યું તો અમે આ વર્ષની શરૂઆતમાં માનવ અજમાયશ કરવા સક્ષમ થઈ શકીએ.મસ્કે ખાનગી સોશિયલ એપ ક્લબહાઉસ પર એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો કે ન્યુરાલિંકે વાંદરાના મગજમાં વાયરલેસ ઈમ્પ્લાન્ટ કર્યું.જે બાદ તે પોતાના મગજની મદદથી જ વીડિયોગેમ્સ રમી રહ્યો હતો.ન્યુરાલિંક આ ચિપને ભૂંડના મગજમાં મૂકીને ટ્રાયલ કરી રહી છે.