12 C
Ahmedabad
Friday, January 28, 2022

ઓમિક્રોન વેરીએન્ટ બાળકો-યુવાનો ને કરી રહ્યો છે સૌથી વધુ સંક્રમિત, ભારત ની ચિંતા વધી

Must read

ઓમિક્રોન વેરીએન્ટ બાળકો અને યુવાનો સૌથી વધુ સંક્રમિત કરતો હોવાના અહેવાલ ભારત માટે ચિંતા ઉભી કરનારા છે કેમકે દેશ માં હજુ બાળકો માટે વેકશીન પણ ઉપલબ્ધ બનાવાઈ નથી જે ચિંતા નો વિષય છે.

વિશ્વ માં ભારે ચિંતા ઉભી કરનાર કોરોના નો નવો વેરીએન્ટ ઓમિક્રોન બાળકો ને વધુ સંકમિત કરતો હોવાની વાત ચોંકાવનારી છે.

વિગતો મુજબ દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિયન્ટ નું જ્યાં જ્યાં સંક્રમણ ફેલાયું છે ત્યાં બાળકોની સંખ્યા વધારે છે. તેમનામાં સામાન્યથી લઈ ગંભીર લક્ષણ જોવા મળી રહ્યાં છે. અહીના ક્રિસ હાની બરગવનાથ એમેડેમિક હોસ્પિટલના ડોક્ટર રુડો મથિવાએ ધ સનને જણાવ્યું કે હવે અહીં જે બાળકો આવી રહ્યા છે તેમનામાં મધ્યમથી લઈ ગંભીર લક્ષણ જોવા મળી રહ્યા છે. તેમને ઓક્સિજન, સપોર્ટિવ થેરપી અને વધારે દિવસ સુધી હોસ્પિટલમાં રહેવાની જરૂર પડે છે. તેઓ અગાઉની તુલનામાં વધારે બીમાર થઈ રહ્યા છે.

અમેરિકાની નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના જણાવ્યા પ્રમાણે બાળકોમાં કોરોનાના નવા વેરિયન્ટનાં કેટલાંક ખાસ લક્ષણ જોવા મળી રહ્યાં છે, જેમ કે ખૂબ જ તાવ, સતત ઉધરસ આવવી (એક કલાક સુધી સતત), થાક, માથાનો દુખાવો, ગળામાં ખારાશ અને ભૂખ ન લાગવી.
દક્ષિણ આફ્રિકાની હોસ્પિટલોમાં કોરોનાના યુવાન દર્દી અને બાળકોની સંખ્યામાં ઘણો વધારો થઈ રહ્યો છે. જેમાં 5 વર્ષના બાળકો થી લઈ સગીર અને યુવાનો સંક્રમિત થઈ રહયા છે તે જોતા ભારત માં ચિંતા વધી ગઈ છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article