12 C
Ahmedabad
Friday, January 28, 2022

વિદેશથી આવનારા મુસાફરોના આગમનને પગલે તંત્ર સાબદુ

Must read

એરપોર્ટ પર આવનાર તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશેલંડન, સિંગાપોર સિવાયના મુસાફરોને રેન્ડમલી RT-PCR ટેસ્ટ બાદ જવા દેવાશેનવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં થઇ રહેલા સતત વધારાને પગલે કોરોના વાઇરસ ફરી માથું ઊચકે એવો ભય વ્યાપી ગયો છે. વિદેશથી આવનારા મુસાફરો પર વોચ વધારવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે આજે વિદેશમાંથી 14 ફ્લાઇટમાં 2 હજારથી વધુ મુસાફરો આવશે. અમદાવાદ એરપોર્ટમાં આગામી 24 કલાકમાં જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ આવવાની છે એમાં ‘હાઇ રિસ્ક કન્ટ્રી’ લંડન-સિંગાપોરનો પણ સમાવેશ થાય છે.

શુક્રવારના રોજ ફ્લાઇટ લંડનથી અમદાવાદ આવી ત્યારે તેમાં એક મહિલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આજે રાત્રે 9.50 વાગ્યે સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ અમદાવાદ આવશે. આ ફ્લાઇટમાં પણ 200 જેટલા મુસાફરો હોવાનો અંદાજ છે. બ્રિટન-સિંગાપોર હાઇ રિસ્ક કન્ટ્રીમાં સામેલ છે. જેના પગલે આ ફ્લાઇટના તમામ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે. RTPCR ટેસ્ટના રીઝલ્ટ બાદ જ આ મુસાફરોને જવા દેવામાં આવશે. લંડન, સિંગાપોર સિવાયના મુસાફરોને રેન્ડમલી RTPCR ટેસ્ટ બાદ જવા દેવાશે. આજે એક જ દિવસમાં 2 હજાર જેટલા વિદેશથી આવનારા મુસાફરોના આગમનને પગલે તંત્ર સફાળું જાગી ગયું છે ગયું છે.અમદાવાદ એરપોર્ટ પર બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. એક રેપીડ RTPCR જેમાં માત્ર 1 જ કલાકમાં રિપોર્ટ આવી જાય છે.જ્યારે અન્ય એક નોર્મલ RTPCR ટેસ્ટ જેનો રિપોર્ટ 8થી 10 કલાકે આવે છે. જો રેપિડ RTPCR કરવો તો તેનો ચાર્જ 2700 વસુલવામાં આવે છે, જ્યારે નોર્મલ RTPCRનો ચાર્જ 400 વસુલવામાં આવે છે. કોઈ મુસાફર કોવિડ ટેસ્ટ કરવી ઝડપથી જ બહાર નીકળવા ઈચ્છતો હોય છે જેથી તેને 2700 રૂપિયા ચૂકવવા પડે છે. જો પાંચ સભ્યોના પરિવાર સાથે કોઈ મુસાફર આવતો હોય તો તેને ટેસ્ટ માટેના જ 13 હજાર 500 જેટલો ચાર્જ ચૂકવવો પડે છે. આટલી મોટી રકમના ચૂકવવી હોય તો તેને 8 થી 10 કલાક ટર્મિનલ પર ફરજીયાત બેસી રહેવું પડે એટલે મજબૂરીના માર્યા પણ ખિસ્સા પર બોઝ નાખવો પડે છે.

એરપોર્ટ પર અલગ અલગ ત્રણ પ્રકારે કામગીરી ચાલે છે. જેમાં સ્ક્રીનીંગ ડોક્યુમેન્ટેશનની કામગીરી જિલ્લા આરોગ્ય કર્મચારીને સોંપાઇ છે. જ્યારે કોઈ પોઝિટિવ આવે તો તેને શિફ્ટ કરવાની કામગીરી AMC ને સોંપવામાં આવી છે. તો એ સિવાયની કામગીરી અમદાવાદ એરપોર્ટ દ્વારા કરવામાં આવે છે. એરપોર્ટ મીડિયમ રિસ્ક વાળા દેશમાંથી આવતા મુસાફરોના 2 ટકાના ધોરણે રેન્ડમ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એટલે કે, 100 મુસાફરોમાંથી કોઈપણ બે મુસાફરને પસંદ કરી તેના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવે છે. હવે કયા મુસાફરના ટેસ્ટ કરવા તે એરપોર્ટ ઓથોરિટીના લોકો પસંદ કરે છે. ત્યારે સવાલ એ છે કે રેન્ડમ સિલેક્ટ કરવામાં જો કોઈ પોઝિટિવ કે માઈલ્ડ સીમટમ્સ વાળા દર્દી શહેરમાં પ્રવેશી જાય તો જવાબદારી કોની?

- Advertisement -

More articles

- Advertisement -

Latest article