ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનિસે ભારતમાં હોળીનું પર્વ માણ્યું અને નૃત્ય પણ કર્યું!

0
40

અમદાવાદમાં ભારતના વડાપ્રધાન મોદીજી સાથે મેચ જોવા પધારેલા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે હોળીનો તહેવાર માણ્યો હતો. જ્યાં તેમના પર ફૂલોની વર્ષા કરી ગુલાલથી રંગી નાખવામાં આવ્યા હતા.

આ પ્રસંગે એન્થોની અલ્બેનિસે ટ્વીટ કર્યું, “અમદાવાદમાં હોળીની ઉજવણી કરવી સન્માનની વાત છે.
હોળીનું પર્વ દુષ્ટતા પર સત્યની જીત છે.

એન્થોની અલ્બેનિસે કહ્યું, તમે ક્યાંથી આવો છો તેનાથી કોઈ ફરક પડતો નથી-આપણે ઉજવણી કરીએ છીએ જે બધાને એક કરે છે તેની આપણે કદર કરીએ છીએ.” આ ઉપરાંત તેઓએ ઓસ્ટ્રેલિયામાં હોળીની ઉજવણી કરી રહેલા ભારતીયોને પણ શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે એન્થોની અલ્બેનીઝે ગુજરાતના પરંપરાગત નૃત્યનો આનંદ પણ માણ્યો હતો.

ગતરોજ એન્થોની અલ્બેનીઝે અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને કહ્યું હતું કે ગાંધીના વારસાને શ્રદ્ધાંજલિ આપવી એ સાચો લહાવો છે.