નવી દિલ્લી તા 19 : તામિલનાડુ ના મુખ્યમંત્રી એ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી જેમાં તેમને જયલલિતા માટે ભારત રત્ન એવોર્ડ માટે ની પ્રસ્તાવ મુક્યો હતો સાથે જ તેમને જયલલિતા નું પૂતળું લોકસભા ની બહાર રાખ્યા તેની માંગણી કરી હતી પણ સાથે જ પન્નીરસેલેવેમ ની આવનારા થોડાસમયમાં મુશ્કેલી માં વધારો થાય તેમ છે જયલલિતા ના નિધન બાદ તેમના નજીક ગણાતા લોકો માં વી. કે. શશિકલાને પક્ષના મહામંત્રીની સાથે સાથે મુખ્યમંત્રી બનાવવાની પણ માંગ ઊઠી છે. જેમાં પાર્ટી ના લોકો ની સાથે પન્નીરસેલેવેમ પક્ષ ના લોકોએ પણ આ વાત નો પ્રસ્તાવ મુક્યો છે મળતી માહિતી અનુસાર થોડાસમય પેહલા ત્રાટકેલા ‘વરદા’ તોફાન ના લીધે સર્જાયેલ નુકસાન માટે ફંડ માટે નો પ્રસ્તાવ પણ મુક્યો છે.