કતારગામ ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા ઘોડા ઉપર સવાર થઈ ‘જંગ’ જીતવા નીકળ્યા

0
41

કતારગામ ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા ઘોડા ઉપર સવાર થઈ ફોર્મ ભરવા નીકળ્યા ત્યારે તેઓ લોકોમાં ભારે  આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

સુરતના કતારગામ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રી વિનુ મોરડિયા આજે તેમના નિવાસસ્થાનેથી સૌ પહેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ઘોડા પર સવાર થઈ મંદિરે પહોંચ્યા હતા અને ત્યાંથી ઘોડા ઉપર સવાર થઈ ફોર્મ ભરવા જવા રવાના થયા હતા.

વિનુ મોરડિયા અગાઉ ગત ટર્મની ચૂંટણીમાં પણ જ્યારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે ઘોડા ઉપર સવાર થઈને જ ગયા હતા. તેઓ ઘોડેસવારી કરવાનું પસંદ કરે છે. પોતે આ ઘોડાની કાળજી પણ રાખે છે. પોતાની પાસે ઘોડો પણ છે અને આ અશ્વ ખૂબ જ પ્રિય છે. વર્ષોથી તેઓ ઘોડેસવારી કરે છે. વિનુ મોરડિયા જ્યારે પણ ઉમેદવારી ફોર્મ ભરવા જાય છે ત્યારે અચૂક ઘોડા ઉપર જ બેસીને જાય છે.
કોર્પોરેશનની ચૂંટણી હોયકે વિધાનસભા ચૂંટણી વિનુભાઈ ઘરેથી તિલક લગાવી ઘોડા ઉપર બેસી ને જાય છે. આજે પણ જંગ જીતવા જતા હોય એ પ્રમાણે ઘોડા ઉપર બેસીને પોતાના સમર્થકોનું અભિવાદન જીલતાં જીલતાં આગળ વધતા નજરે પડ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં છે, જેઓ સામે જંગમાં ઉતરશે.