કલ્પના કરો કે જે કાર સ્ટાર્ટ થયાની માત્ર ૨.૭ સેકન્ડમાં જ શૂન્યથી કલાકના ૧૦૦ કિલોમીટરનો વેગ પકડી લેતી હોય એ કારના પાછળ ભાગમાંથી કેટલો ધુમાડો નીકળતો હશે? પરંતુ જો એ કારNIO EP9 હોય તો જવાબ છે બિલકુલ નહીં. ચીનની સ્ટાર્ટઅપ કંપની NextEV એ આ કાર લોન્ચ કરી છે. અત્યારે આ કાર ઇલેકિટ્રક ગાડીઓની રેસ એવી ફોર્મ્યુલા E માં ભાગ લઇ રહી છે સંપૂર્ણપણે ઇલેકિટ્રક એવી આ કારની બેટરી મોબાઇલની જેમ કાઢી પણ શકાય છે અને માત્ર આઠ જ મિનિટમાં નવી બેટરી નાખી શકાય છે. આ કારની બેટરી ફકત ૪૫ મિનિટમાં જ પૂરેપૂરી ચાર્જ થઇ શકે છે. સિંગલ ચાર્જમાં આ કાર ૪૦૦ કિલોમીટર સુધી દોડી શકે છ. આ કારની બેટરી એક મેગાવોટનો પાવરફુલ થ્રસ્ટ પેદા કરે છે જે પરંપરાગત બળતણવાળી કારના ૧૩૪૧ બ્રિટીશ હોર્સપાવરની સમકક્ષ થવા જાય છે. જોકે આટલી ખૂબીઓ ધરાવતી હોવા છતાં કંપનીનો ઇરાદો આ કારનું કમર્શિયલ ઉત્પાદન કરવાનો નથી. એ અનાં માત્ર ૬ યુનિટનું જ ઉત્પાદન કરશે. આ કારની કિંમત અધધ ૮.૨૬ કરોડ રૃપિયા જેટલી થવા જાય છે.
કલ્પના કરો કે જે કાર સ્ટાર્ટ થયાની માત્ર ૨.૭ સેકન્ડમાં જ શૂન્યથી કલાકના ૧૦૦ કિલોમીટરનો વેગ પકડી લેતી હોય
