છેલ્લા કેટલાક સમયમાં કાર ઉત્પાદન કરતી બધી કંપનીઓએ તેમના ભાવમાં વધારો કરવાના સૂચનો આપ્યા છે. તો એકબાજુ નોટબંદી ચાલી રહી છે, જેમાં લોકોને પૈસા મેળવવા મુશ્કેલ બની રહ્યા છે અને તેના કારણે કાર ના વેચાણ માં મંદી આવી ગઈ છે તેમ છતાં કાર ઉત્પાદકો કારની કિંમત માં વધારો કરવાણી જાહેરાત કરતા કાર શોખીનો મૂંઝવણ મુકાય ગયા છે. શેવરોલેટ નામની એક કાર ઉત્પાદન કંપનીએ તેમના કારની કિંમતોમાં ત્રણ ટકા જેટલો વધારો કરી શકે છે, આ પાછળનું કારણ તેમની કાચા માલની કિંમતોમાં થતો વધારો સામે આવ્યો છે, કારની કિંમતમાં વધારો આવતા મહિને એટલે કે જાન્યુઆરી માશ થી વધી જશે. જોકે 2017 માં શેવરોલેટ 30,000 રૂપિયા જેટલી મોન્ગી થઇ શકે છે.