અગર આપ કાર લેવાનું વિચારી રહ્યા હોય તો ગરજ તમને નહીં પણ કાર ના વિક્રેતાઓ ને છે,હવે ગ્રાહકો પાસે ફૂલ ઑપ્શન છે. નોટિબંધી નો વાયરો બધે લાગ્યો છે,ત્યારે કાર બજાર માં પણ ખાસ અસર જોવા મળી રહી છે. વાહન કંપનીઓ દ્વારા ડિસેમ્બર માં કારોના ભાવમાં 10 થી 15 ટકા સુધીના ડિસ્કાઉન્ટ આપવાનું શરુ કર્યું છે. કાર ડિલરો જલ્દીથી જૂના વર્ષનો સ્ટોક ખાલી કરવા માંગી રહ્યા છે. આ માટે તે દિવાળી ઉપર આપાયેલા ડિસ્કાઉન્ટ થી પણ વધારાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, કાર ના વહેચાણમાં બેહદ ઘટાડો નોંધાયો છે. મારુતિ અને હુંડાઇ કંપની લગભગ બધા મોડલ ઉપર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જયાં સેલેરીયો પેટ્રોલ વર્જન ઉપર પણ ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. જયારે મારુતિ સ્વિફટ ઉપર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. સેડાન,ડિઝાયર ઉપર પણ ડિસ્કાઉન્ટ રેટ અપાય છે. અલ્ટો માં પણ ભારે ડિસ્કાઉન્ટ ઓફર છે. તે ઉપરાંત કંપની દ્વારા લોકોને આકર્ષિત કરવા માટે ઝીરો ડાઉન્પેમેન્ટ અને એક્ષચેંજ ઓફર પણ આપી રહી છે.ત્યારે કાર રસિયાઓ ખુશી થી ઝૂમી ઉઠ્યા છે.